નવી દિલ્લીઃ આવતી કાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મંત્રી મંડળનું વિસ્તરણ થવાનું છે. આ પહેલા ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના ઘરે એક મહત્વની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં મંત્રી મંડળમાં સમાવેશ માટેના જેમના નામો ચર્ચામાં છે, તે નેતાઓ ઉપસ્થિત છે. આ બેઠકમાં ગુજરાતમાંથી મનસુખ માંડવીયા ઉપસ્થિત રહ્યા છે. પુરષોત્તમ રૂપાલા પણ થોડીવારમાં પહોંચશે.