વિજય રૂપાણીનાં આક્ષેપોનો અહેમદ પટેલે ટ્વીટ કરીને શું આપ્યો જવાબ? જાણો વિગતે
નવી દિલ્હી: ગુજરાત સરકાર દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચની હોસ્પિટલમાંથી પકડાયેલા આતંકી કે જે ભરૂચની હોસ્પિટલમાં ટેક્નિશીયન તરીકે કામ કરતો હતો, જે આ હોસ્પિટલમાંથી આતંકીઓ ઝડપાયા હતા.
સીએમ રૂપાણીએ અહમદ પટેલ પર ઉઠાવેલા સવાલો મામલે પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ ભરત સિંહ સોલંકીએ જણાવ્યું કે રાજ્ય અને કેંદ્રમાં એમની સરકાર છે,તેઓ આતંકી હોય એમને પકડે, અહમદ પટેલ હોસ્પિટલમાં ટ્રસ્ટી નથી. ભરતસિહ સરકાર પર સવાલ ઉભો કરતા જણાવ્યું કે ચૂંટણી આવે ત્યારે જ શા માટે આતંકીઓ પકડાય છે.
ISIS કનેક્શનમાં ઝડપાયેલ લેબ ટેકનિશન મોહંમદ કાસિમના મુદ્દે ભરૂચની સરદાર આર્ટ ઈંસ્ટિટ્યુટની સ્પષ્ટતા કરતા કહ્યું કે પકડાયેલ ટેકનિશનને ફરજ પરથી મુક્ત કર્યો છે. અને આ વ્યકિતની વ્યક્તિગત પ્રવૃતિ અંગે ટ્રસ્ટને કોઈ જાણકારી નથી. આ સાથે જ કહ્યું કે હૉસ્પિટલના ટ્રસ્ટ સાથે અહેમદ પટેલ કે તેમનો પરિવાર જોડાયેલો નથી, પરંતુ અમુક લોકો ખોટા આરોપ લગાવી રહ્યા છે પરંતુ તે પાયાવિહોણા છે. બે દિવસ પહેલા ગુજરાત એટીએસએ બે આતંકીઓની ધરપકડ કરી હતી.
અહેમદ પટેલે પોતાના ઓફિશિયલ ટ્વીટર પર એક પછી એક ટ્વીટ કરીને ભાજપને જવાબ આપ્યો છે, અહેમદ પટેલે ટ્વીટ કરીને ભારતીય જનતા પાર્ટી પર સીધો પ્રહાર કર્યો છે. તેમણે લખ્યું છે કે, ભાજપ દ્વારા લગાવાયેલ આરોપો પાયાવિહોણા છે. હું અને મારો પક્ષ ATSની કામગીરીની પ્રશંસા કરીએ છીએ. પરંતું ચૂંટણી સમયે રાષ્ટ્રીય સુરક્ષાનાં મુદ્દાનું રાજકરણ ન કરવું જોઇએ.
તે હોસ્પિટલ ગુજરાત કોંગ્રેસના નેતા અહેમદ પટેલ તેમના ટ્રસ્ટી હતા અને જ્યારે આ આતંકીઓ ગુજરાત એ.ટી.એસ તેમની ઘરપકડ કરી તેના બે દિવસ પહેલા જ બંન્ને આતંકીઓ પાસેથી રાજીનામું લેવામાં આવ્યું હતું. તો આ અંગે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને અહેમદ પટેલ પાસે જવાબ માગ્યો હતો જેનો જવાબ અહેમદ પટેલે પોતાના ટ્વીટર પર આપ્યો છે.