સુરતમાં ભાજપના ફિયાસ્કો પછી રૂપાણી કોને મળવા ઉદયપુર દોડી ગયા ? જાણો
સુરતમાં ગુરૂવારે પાટીદાર રાજસ્વી સમારોહના ફિયાસ્કાને કારણે ભાજપ સ્તબ્ધ છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી શનિવારે સવારે ઉદયપુર પહોંચી ગયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appયોગાનુયોગ શનિવારે જ હાર્દિક પટેલને નજરકેદ રાખવાના કેસમાં રાજસ્થાન હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો અને હાર્દિકને અંશતઃ રાહત આપી હતી.
ભાગવત સાથે રૂપાણીએ જુદા જુદા રાષ્ટ્રીય મુદ્દે ચર્ચા કરી હતી. પાટીદાર અનામત અંગે ચર્ચા થઈ કે નહીં તે અંગે રૂપાણીએ કોઈ નિવેદન આપ્યું નહોતું.
રૂપાણી શનિવારે સવારે ડબોક એરપોર્ટ પર ઉતરી 11.30 કલાકે પ્રતાપ ગૌરવ કેન્દ્ર પહોંચ્યા હતા. ત્યાં તેમને ગાર્ડ ઓફ ઓનર અપાયું પછી તે ભાગવતને મળ્યા હતા.
જો કે બીજી કોઈ અટકળો કરવાની જરૂર નથી કેમ કે રૂપાણી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતને મળવા માટે ઉદયપુર ગયા હતા.
પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)નો કન્વિનર હાર્દિક પટેલ પણ હાલ ઉદયપુરમાં જ રહે છે ત્યારે આ મુલાકાતને કારણે કેટલીક મજાકો પણ ચાલી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -