ગુજરાત કૉંગ્રેસે એનસીપી સાથેના તમામ સંબંધ તોડવા હાઇ કમાંડને કહ્યું
ગુજરાત કૉંગ્રેસે એનસીપીને પહેલી સપ્ટેમ્બરે વલસાડ જિલ્લાના પારડીમાં યોજાનારી રેલીમાં પણ આમંત્રણ આપ્યું નથી. એનસીપીને ભાજપની બી-ટીમ કહી છે. પરંતુ એનસીપી માટે દરવાજા ખુલ્લા મુક્યા છે અને એનસીપીને રેલીમાં બોલાવા અંતિમ નિર્ણય લેવા કૉંગ્રેસે હાઇ કમાંડને કહ્યું છે.
એનસીપીના રાજ્યના નેતાએ પાછળથી કૉંગ્રેસ પર એવો આરોપ મુક્યો કે, પવારના પક્ષની બેઠકો પર પ્રોક્સી ઉમેદવારોને આગળ કરવાથી ગઠબંધન ધર્મનો ભંગ કર્યો છે. એનસીપીએ અગામી ચૂંટણીમાં 50 સીટ પર લડવાની ધમકી આપી છે.
એનસીપ નેતા શરદ પવારે વિશ્વાસ અપાવ્યા બાદ પણ રાજ્યસભા ચૂંટણીમાં બે ધારાસભ્યના મત અહમદ પટેલને મળ્યા ન હતા. ગુજરાત કૉંગ્રેસે એનસીપી સામે નારાજગી વ્યક્ત કરી છે. અંતે જનતા દળ પાર્ટીના ધારરાભ્ય છોટુ વસાવાના મતની મદદથી અહમદ પટેલ પાંચમી વખત રાજ્યસભાના સાંસદ તરીકે જીત્યા.
ગુજરાત કૉંગ્રેસના અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ ટ્વિટર પર કહ્યું છે કે, આગામી વિધાનસભા ચૂંટણીમાં એનસીપી સાથે કોઈ જ ગઠબંધન કરવામાં નહી આવે. જો કે આગામી વિધાનસભા ચૂંટણી નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાવાની છે.
ગુજરાત કૉંગ્રેસે એનસીપીને પહેલી સપ્ટેમ્બરે વલસાડ જિલ્લાના પારડીમાં યોજાનારી રેલીમાં પણ આમંત્રણ આપ્યું નથી. એનસીપીને ભાજપની બી-ટીમ કહી છે. પરંતુ એનસીપી માટે દરવાજા ખુલ્લા મુક્યા છે અને એનસીપીને રેલીમાં બોલાવા અંતિમ નિર્ણય લેવા કૉંગ્રેસે હાઇ કમાંડને કહ્યું છે.
કૉગ્રેસ પાર્ટીના અધ્યક્ષા સોનિયા ગાંધીએ 11 ઓગસ્ટે બોલાવેલી બેઠકમાંથી પણ એનસીપી છોડીને ચાલ્યું ગયું હતું. આ બેઠક આગામી ચૂંટણીને લઈને બોલાવવમાં આવી હતી. એનસીપીના વરિષ્ઠ નેતા પ્રફુલ પટેલે કૉંગ્રેસ પર પાછળથી આક્ષેપ કર્યો હતો. પટેલે કહ્યું હતું કે એનસીપી રાજ્યસભાની ચૂંટણીમાં અહમદ પટેલને જ મત આપ્યો હતો પણ ગુજરાત કૉંગ્રેસ નેતાઓ જુઠાણું ફેલાવે છે. જો કે,વસાવાએ પછીથી જણાવ્યું હતું કે, પ્રફુલ્લ પટેલે 7મી ઓગસ્ટે રાજ્યસભા ચૂંટણી પહેલા તેમને બોલાવ્યા હતા અને સુચવ્યું હતું કે તેઓ ભાજપને મત આપે.