ગુજરાતમાં કોંગ્રેસના ક્યા 10 ધારાસભ્યોએ 2019ની લોકસભા ચૂંટણી લડવા માટે હાઈકમાન્ડ પાસે માંગી ટિકીટ ? જાણો વિગત
કલોલના ધારાસભ્ય બળદેવજી ઠાકોર પણ લોકસભાના ઉમેદવાર માનવામાં આવી રહ્યા છે. આમ કોંગ્રેસના ચાલુ ધારાસભ્યોને જ સાંસદ બનવાના અભરખા જાગ્યા છે. હવે હાઇકમાન્ડ કેટલાંને ટિકિટ આપી લોકસભા ચૂંટણી મેદાનમાં ઉતારશે તે જોવાનું રહ્યું. દાવેદારોએ અત્યારથી જ લોબિંગ શરૂ કરી દિલ્હીના આંટાફેરા કરવા માંડ્યા છે.
અમદાવાદ શહેરની પૂર્વ-પશ્ચિમ બેઠકો પરથી ધારાસભ્ય હિંમતસિંહ પટેલ અને શૈલેષ પરમારનું નામ ચર્ચામાં છે. પોરબંદર બેઠક પરથી લલિત વસોયા લોકસભાના જંગમાં ઉતરવા માંગે છે. ધારાસભ્ય છોટુ વસાવા પણ કોંગ્રેસ સાથે ગઠબંધન કરીને ટિકિટની માંગણી કરે તેવી સંભાવના છે.
આ જ મત વિસ્તારમાંથી ધારાસભ્ય ગેનીબેન ઠાકોર પણ સાંસદ બનવાની ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે. મહેસાણા બેઠક પરથી ઉંઝાના ધારાસભ્ય ડો.આશાબેન પટેલ પણ અંદરખાને ટિકિટ માટે કોશિશ કરી રહ્યા છે. ધારાસભ્ય આનંદ ચૌધરી પણ માંડવી બેઠક પર ચૂંટણી લડવા તત્પર છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, સુરેન્દ્રનગર બેઠક પરથી ધારાસભ્ય સોમાભાઈ ગાંડાભાઈ લડવા માંગે છે. નૌશાદ સોલંકી કચ્છથી લોકસભા લડવા માંગે છે. અલ્પેશ ઠાકોર બનાસકાંઠામાથી ચૂંટણી લડવા તૈયારી કરી રહ્યા છે.
અમદાવાદઃ 2019ની લોકસભા ચૂંટણીને માટે દાવોદારોએ અત્યારથી જ કવાયત શરૂ કરી દીધી છે. કોંગ્રેસમાં ચાલુ ધારાસભ્યોએ લોકસભાની ચૂંટણી લડવાની ઈચ્છા કરી છે. 10થી વધારે ધારાસભ્યોએ અત્યારથી ટિકિટ મેળવવા મથામણ શરૂ કરી દીધી છે.