ગીતા રબારીએ PM સાથે કરી મુલાકાત, જાણો મોદીએ શું કહ્યું
ગીતા રબારી સાથે મુલાકાત બાદ પીએમ મોદી કરેલા ટ્વિટનો સ્ક્રીનશોટ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુલાકાત બાદ ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર ગીતા રબારી સાથે મુલાકાતની આ તસવીરો શેર કરી અને લખ્યું કે ગીતા રબારી અન્ય લોકો માટે પ્રેરણા સમાન છે.
ગીતાએ જણાવ્યું કે મે આ ગીત 2017માં લખ્યું હતું. મોદીજી માટે જ આ ગીત મે ગાયું છે. યુટ્યૂબ પર આ ગીતને કરોડો લોકોએ જોયું છે. ગીતા રબારીએ જણાવ્યું કે તે માલધારી સમુદાયની છે. આ સમુદાય જંગલોમાં રહે છે. મારા પિતાને બેટી બચાઓ, બેટી પઢાઓ માટે એક પોસ્ટ કાર્ડ આવ્યું હતું. ત્યારબાદ તેઓએ મને સ્કૂલ મોકલી હતી.
નવી દિલ્હીઃ ગુજરાતની જાણીતી લોક ગાયક ગીતા રબારીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ તેણે પીએમ મોદીને એક ગુજરાતી ગીત પણ સમર્પિત કર્યું. તેણીએ કહ્યું કે સંસદમાં પીએમ મોદી સાથે મુલાકાત દરમિયાન એક ગીત પણ સંભળાવ્યું હતું.
ગીતા રબારીએ જણાવ્યું કે વર્ષો પહેલા વડાપ્રધાન મોદીએ તેણીને સ્કૂલમાં ગીત સંભળાવ્યું હતું. ત્યારે નરેન્દ્ર મોદીએ તેણીને 250 રૂપિયા આપ્યા અને અભ્યાસ ચાલુ રાખવા કહ્યું હતું. ગીતા રબારીએ ન્યૂઝ એજન્સી એએનઆઇને જણાવ્યું કે મે આ ગીત ખુદ લખ્યું છે. હું લખું પણ છું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -