PM મોદીની સાથે કોણ છે આ મહિલા, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ તસવીર
તેના જીવનનો ટર્નિંગ પોઈન્ટ 2010માં આવ્યો જ્યાર તે ઓબામાના ઇન્ટરપ્રિટેટર બનવાની તક મળી. કહેવાય છે કે, જ્યારે ઓબામા પ્રથમ વખત ભારતના પ્રવાસે આવ્યા ત્યારે ગુરદીપ તેની સાથે ઇન્ટરપ્રિટેટર બનીને આવી હતી. આ દરમિયાન તેની મુલાકાત પૂર્વ પ્રધાનમંત્રી મનમહન સિંહ સાથે થઈ હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In App27 વર્ષોથી ઇન્ટરપ્રિટેશનનું કામ કરી રહેલ ગુરદીપે 1990માં ભારતીય સંસદથી કારકિર્દીની શરૂઆત કરી હતી. જોકે, 1996માં લગ્ન બાદ તેણે આ કામ છોડી દીધું હતું.
કહેવાય છે કે, જ્યારે પણ મોદી હિન્દીમાં ભાષણ આપે છે ત્યારે ગુરદીપ એ ભાષણને અંગ્રેજીમાં અનુવાદક કરે છે, જેથી વિદેશી મેહમાન અને નેતા પીએ મોદીની વાત સમજી શકે છે.
ઉલ્લેખનીય છે કે, આ મહિલા કોઈ નેતા કે ડિપ્લોમેટ નથી પરંતુ ઇન્ટરપ્રિટેટર (અનુવાદક) છે. તેનું નામ છે ગુરદીપ કૌર ચાવલા. જ્યારે પણ મોદી વિદેશ પ્રવાસ પર હોય છે ત્યારે ગુરદીપ મોટેભાગે તેની સાથે હાજર હોય છે.
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે એક મહિલાની તસવીર સોશિયલ મીડિયા પર હાલમાં વાયરલ થઈ રહી છે. તેને લઈને અનેક અટકળો પણ ચાલી રહી છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા હોય કે પછી પેપ્સિકોના સીઈઓ ઇન્દ્રા નૂયી. જે મોટી હસ્તિઓને મોદી મળે છે લગભગ એ તમામની સાથે મહિલા જોવા મળે છે. એવામાં સવાલ થાય છે કે આખરે આ મહિલા છે કોણ?
- - - - - - - - - Advertisement - - - - - - - - -