ગુરુગ્રામમાં જજની પત્ની અને દીકરાને પોલીસ કોન્સ્ટેબલે જ મારી ગોળી, જાણો વિગત
જાણકારી મુજબ સુરક્ષામાં તહેનાત પોલીસમેને જ જજની પત્ની અને દીકરાને ગોળી મારી હતી. હુમલાખોરનું નામ મહિપાલ છે અને તે એક પોલીસ કોન્સ્ટેબલ છે. આરોપીની ગુડગાંવ-ફરીદાબાદ માર્ગથી ધરપકડ કરી લેવામાં આવી છે. ગુરુગ્રામ પોલીસના પીઆરઓ સુભાષ બોકાનના કહેવા મુજબ તેણે આવું કેમ કર્યું તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુરુગ્રામઃ ગુરુગ્રામમાં એડિશનલ સેશન જજ કૃષ્ણકાંત શર્માની પત્ની અને દીકરાને ભર બજારે ગોળી મારી હોવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. જજની સુરક્ષામાં તહેનાત પોલીસકર્મી શનિવારે બપોરે ગુરુગ્રામના સેક્ટર 49 સ્થિત માર્કેટ પાસે જજના દીકરા અને પત્નીને ગોળી મારી ફરાર થઈ ગયો હતો.
ઘટના બાદ હાજર લોકોએ પોલીસને હુમલાની જાણકારી આપી જે બાદ પોલીસે પહોંચીને લોહી નીંગળતી હાલતમાં બંનેને ખાનગી હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. હાલ બંનેની હાલત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
પોલીસના કહેવા મુજબ જજની પત્નીને છાતી તથા પુત્રને માથામાં ગોળી વાગી છે. આરોપી કોન્સ્ટેબલ ડિપ્રેશનમાં હોવાથી તેણે આ પગલું ભર્યું હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -