22 વર્ષના યુવકે PM મોદીની એપ કરી હેક, 70 લાખ યૂઝર્સની પ્રાઈવેસીને ખતરો
નવી દિલ્લી: નરેંદ્ર મોદીની એક પોતાની એપ છે જે સત્તાવાર એપથી અલગ છે. તેને આઈફોન, એંડ્રોઈંડ ડિવાઈસ અને વિંડો ફોન પર ડાઉનલોડ કરી શકાય છે. આ તમામ વાતો વચ્ચે એક ડેવલપરે આ એપની ઘણી સુરક્ષા ખામીઓને જાહેર કરી છે. મીડિયામાં ચાલી રહેલા અહેવાલો પ્રમાણે, મુંબઈના 22 વર્ષના ડેવલપર જાવેદ ખત્રીએ ટ્વીટ કરીને કહ્યું, ‘મેં નરેંદ્ર મોદીની એપમાં સુરક્ષા સંબંધી સમસ્યાઓ જાણી છે. આ મામલે હું રિપોર્ટ કરવા માંગું છું.’ જાવેદે વધુમાં કહ્યું કે નરેંદ્ર મોદી એપની સુરક્ષા એવી નથી કે 5થી 10 કરોડ યૂઝર્સનો ડેટાની રક્ષા થઈ શકે. તેને કહ્યું આ એપને હેક કરી કોઈ ખોટું કામ કરવાની ઈચ્છા નહોતી. તે તો માત્ર એપને મેનેજ કરનાર લોકોને એપ્લિકેશનમાં રહેલી ખામીઓને જણાવવા માંગતો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appતેને કહ્યું કે, એપ અધિકાંશ રૂપથી સુરક્ષિત હતી, પરંતુ તેમાં નાની નાની ખામીઓ હતી. એવામાં લૂપહોલ્સના કારણે તે આ એપને હેક કરી શક્યો હતો તેને આ એપ માટે જવાબદાર લોકોને સંપર્ક કરવાની કોશિશ કરી હતી, પરંતુ તેને કોઈ જવાબ મળ્યો નહોતો.જાવેદે જણાવ્યું કે, આ એપ પર જો કામ કરવામાં ન આવ્યું તો 70 લાખ યૂઝર્સનો ડેટા દાવ પર લાગી શકે છે. જો તે ઈચ્છત તો યૂઝર્સોના ખાનગી ડેટા સુધી પહોંચી શકતો હતો. તેમાં ઈમેલ આઈડી અને કેંદ્રીય મંત્રીઓના મોબાઈલ નંબર પણ હતા. જ્યારે ભારતીય જનતા પાર્ટીનું આ મામલે કહેવું છે કે આ એપમાં કોઈ પણ પ્રકારના ખાનગી કે સંવેદનશીલ ડેટા નથી. પાર્ટીએ આ મામલામાં ધ્યાન આપવા માટે જાવેદનો આભાર માન્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -