✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

પરેશ રાવલે કોંગ્રેસ અંગે ટ્વિટ કર્યા પછી કેમ માગવી પડી માફી ?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Nov 2017 10:42 AM (IST)
પરેશ રાવલે કોંગ્રેસ અંગે ટ્વિટ કર્યા પછી કેમ માગવી પડી માફી ?
1

પરેશ રાવલે ટ્વિટ કર્યું- અમારો ચા વાળો તમારા ઘરવાળાથી સારો છે, પરેશ રાવલે આ ટ્વિટ મોડી સાંજે કર્યું હતું, જ્યારે આ ટ્વિટ પર નેગેટિવ રિએક્શન આવવા લાગ્યા ત્યારે બીજેપી સાંસદે પોતાની ટ્વિટ ડિલીટ કરી દીધી હતી.

2

પરેશ રાવલે ટ્વિટ ડિલીટ કરતા લખ્યું- ટ્વિટને ડિલીટ કરી દીધી છે, કારણ કે તે ખરાબ હતી. હું તમારી ભાવનાઓને ઠેસ પહોંચી તેના માટે માફી માંગું છું.

3

નવી દિલ્લી: ગુજરાત ચૂંટણી પહેલા કોંગ્રેસ અને બીજેપીમાં સોશિયલ મીડિયા પર લડાઈ શરૂ થઈ ગઈ છે. જેને લઈને મંગળવારે યૂથ કોંગ્રેસના મેગેઝીન યુવા દેશના એક ટ્વિટને લઈને વિવાદ થયો હતો. આ ટ્વિટમાં પીએમ મોદીને ચા વેચવાને લઈને નિશાન સાધવામાં આવ્યું છે. આ ટ્વિટ પછી બીજેપી સાંસદ અને અભિનેતા પરેશ રાવલે પણ એક ટ્વિટ કર્યું છે, જેને લઈને ટ્વિટર યૂઝરોએ જોરદાર ટ્રોલ કર્યું છે.

4

યુવા દેશના નામે ચાલતા ટ્વિટર હેન્ડલથી એક ફોટો શેયર કર્યો હતો. આ ફોટામાં પીએમ નરેન્દ્ર મોદીની સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ્ર ટ્રંપ અને બ્રિટેનના પ્રધાનમંત્રી થેરેસા નજરે પડી રહ્યા છે. તેમાં પીએમ મોદીને ચા વેચવા પર નિશાને બનાવવામાં આવ્યા છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • પરેશ રાવલે કોંગ્રેસ અંગે ટ્વિટ કર્યા પછી કેમ માગવી પડી માફી ?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.