BJP ધારાસભ્યનું વિવાદિત નિવેદન, કહ્યું- હનુમાન વિશ્વના પ્રથમ આદિવાસી હતા
ફેબ્રુઆરી 2016માં તેમણે દાવો કર્યો હતો કે જેએનયુ કેમ્પસમાં દરરોજ 3 હજાર કોન્ડમ અને 2 હજાર દારૂની બોટલ મળે છે. ગત વર્ષે ડિસેમ્બરમાં તેમણે કહ્યું કે જે લોકો ગૌહત્યા અને ગૌતસ્કરીમાં સામેલ હોય છે તેમને પણ આ રીતે મારી દેવા જોઇએ.
આહુજાએ કહ્યું હનુમાન આદિવાસીઓ વચ્ચે પહેલા ભગવાન માનવામાં આવે છે. તેઓ વિશ્વના પ્રથમ આદિવાસી હતા. બીજેપીના આ ધારાસભ્યએ પ્રથમ વખત આવું નિવેદન નથી આપ્યું, આ પહેલા પણ તેમના કેટલાક નિવેદનો વિવાદમાં રહ્યા છે.
તેમણે કહ્યું કે 2 એપ્રિલના રોજ દલિત સંગઠનો દ્વારા ભારત બંધ આંદોલન દરમિયાન હનુમાનની તસવીરનું અપમાન કરવાનો વીડિયો જોઈને તેમને દુખ થયું. શુક્રવારે પાર્ટી ઓફિસમાં પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, મેં બીજેપી સાંસદ કિરોડીલાલ મીણા સાથે વાત કરી અને તેમને કહ્યું, શરમ આવવી જોઈએ. તમે ખુદને આદિવાસી કહો છો અને હનુમાનજીનો આદર નથી કરતાં.
જયપુરઃ રાજસ્થાનના અલવરથી બીજેપી ધારાસભ્ય જ્ઞાન દેવ આહુજાએ વિચિત્ર નિવેદન કર્યું છે. તેમણે કહ્યું કે, ભગવાન હનુમાન વિશ્વના પ્રથમ આદિવાસી હતા. હનુમાન આદિવાસીઓમાં પરમ પૂજનીય છે, કારણકે તેમણે આદિવાસીને એકત્રિત કરીને એક સેના બનાવી હતી. આ સેનાને ખુદ ભગવાન રામે પ્રશિક્ષિત કરી હતી.