B'day: 48 વર્ષના થયા રાહુલ ગાંધી, વડાપ્રધાન મોદીએ પાઠવી જન્મદિવસની શુભેચ્છા
19 જૂન 1970 ના દિવસે રાહુલ ગાંધીનો જન્મ થયો. દાદી ઇન્દિરા ગાંધીએ, પિતા રાજીવ ગાંધી અને માં સોનિયા ગાંધીના લાડલા રાહુલ, ગાંધી પરિવારના મોટા પુત્ર તો છે જ સાથે સૌના માનીતા પણ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆજે સાંજે 5.30 વાગે દિલ્હી પ્રદેશ યૂથ કોંગ્રેસ દિલ્હી મેરાથોનનું આયોજન કરશે, યૂથ કોંગ્રેસ તરફથી કહેવામાં આવ્યું છે કે મેરેથોનમાં તેમના કાર્યકર્તા અને જાણીતા એથલિટ્સ અને ખેલાડીઓ ભાગ લેશે. યૂથ કોંગ્રેસે આ મેરેથોનને 'રન ફૉર એમ્પ્લૉયમેન્ટ અને વૂમન સેફ્ટી' નામ આપવામાં આવ્યું છે. મેરેથોન પાંચ, રાયસેના રૉડ સ્થિત ઇન્ડિયન યૂથ કોંગ્રેસ ઓફિસથી શરૂ થઇને કોંગ્રેસ ઓફિસ સુધી જશે.
આ પ્રસંગે કોંગ્રેસ તરફથી કેટલાય કાર્યક્રમો આયોજિત કરવામાં આવશે. સવારે 10.30 વાગે ઇન્ડિયન યૂથ કોંગ્રેસના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ યૂથ કોંગ્રેસના પદાધિકારીઓની સાથે કોંગ્રેસ ઓફિસમાં રાહુલ ગાંધીની સાથે મુલાકાત કરીને તમને જન્મદિવસની શુભેચ્છા પાઠવશે.
રાહુલ ગાંધીએ જન્મદિવસના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ લખ્યું છે ''કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને જન્મદિવસની શુભકામના. હું તેમની લાંબી ઉંમરની પ્રાર્થના કરું છું.''
નવી દિલ્હીઃ આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનો જન્મદિવસ છે, રાહુલ ગાંધી આજે 48 વર્ષના થઇ ગયા છે. રાહુલને જન્મદિવસ પ્રસંગે વડાપ્રધાન મોદીએ પણ શુભકામના પાઠવી ટ્વીટર પર ટ્વીટ કર્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -