નરેન્દ્ર મોદી અને હાર્દિક પટેલ 29મીએ એક સાથે હશે ઉદયપુરમાં, જાણો શું કારણ
પ્રધાનમંત્રી કાર્યાલય આ મામલે પળેપળની જાણકારી મેળવી રહ્યું છે. પીએમઓએ જિલ્લા કલેક્ટર પાસેથી માહિતીની જાણકારી મેળવી છે. પીએમના મિનિટ ટૂ મિનિટ કાર્યક્રમની તૈયારી કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રીના વિશેષાધિકારી અને સૂચના અને જન્સપર્ક વિભાગના સચિવ અરિજીત બેનર્જી, સૂચના અને જનસંપર્ક ડાયરેક્ટર અનુપ્રેરણા સિંહ કુન્તલ પણ બુધવારે સ્પોર્ટ વિલેજની વ્યવસ્થા જોશે. મુખ્યમંત્રી 26 ઓગસ્ટના રોજ ઉદયપુર આવી શકે છે. સભામાં પીએમની સાથે કેન્દ્રીય ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર નિતિન ગડકરી પણ હશે. આ પહેલા 25 ઓગસ્ટના રોજ દિલ્હીથી એસપીજીની ટીમ આવશે.
બીજી બાજુ પીએમ મોદીની ઉદયપુર યાત્રાને લઈને તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે. પીએમની કાર હેલીપેડ સામેના રસ્તા પરથી થઈને સીધા જ સભા સ્થળના પાછળના ભાગે પહોંચશે. જ્યાં કાર રોકાશે, ત્યાંથી મંચ સુધી ગેલેરી બનશે. વરસાદના સંભાવનાને ધ્યાનમાં રાખતા મંત્રીએ કલેક્ટર વિષ્મુચરણ મલ્લિકને એ જગ્યા પણ કવર કરવા કહ્યું છે જ્યાં કાર ઉભી રહેશે. જોકે આ મામલે અંતિમ નિર્ણય એસપીજીના આઈજી સાથે વાત કર્યા બાદ થશે.
ઉદયપુરઃ 29 ઓગસ્ટના રોજ પ્રધાનમંત્રીના આગમન સાથે જ પાસના સંયોજક હાર્દિક પટેલ પણ એ જ દિવસે સાંજે ઉદયપુર આવશે. તે અહીં સમર્થકોની બેઠકમાં બીજા દિવસે ઉજ્જૈનમાં આયોજિત કિસાન ક્રાંતિ મહાસંમેલનમાં સામેલ થશે. હાર્દિક પટેલ અહીં મુખ્ય વક્તા તરીકે ખેડૂતોને સંબોધન કરસે. આ મામલે હાલમાં પાસ તરફથી કોઈ જાણકારી આપવામાં આવી નથી.