હાર્દિક પટેલે ગુજરાત વિધાનસભાની ચુંટણીને કેમ સેમીફાઇનલ નહીં ફાઇનલ ગણાવી?
તેણે ઇંડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આગામી 28મીએ સૌરાષ્ટ્રમાં યોજાનારા ખેડૂત સંમેલનમાં ભાગ લેવા માટે મેં અનેક બિન-કોંગ્રેસી અને બિન-ભાજપી નેતાઓને આમંત્રણ આપ્યું છે, જેમાં મુખ્યમંત્રી નીતિશ કુમાર અને મમતા બેનર્જી અને પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવ ગૌડાનો સમાવેશ થાય છે. મને આશા છે કે, તેઓ ચોક્કસ આવશે. તેમણે અરવિંદ કેજરીવાલને આમંત્રણ ન આપ્યું હોવાનું પણ ઉમેર્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લીઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલને ગુજરાત હાઈકોર્ટે હરિદ્વાર જવાની મંજૂરી આપ્યા પછી હાર્દિક પટેલ ઉદયપુરથી નીકળી ગયો છે. ત્યારે તે ગઈ કાલે દિલ્લી પહોંચ્યો હતો અને ત્યાંથી તે પટના પહોંચ્યો હતો. જ્યાં તેણે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સાથે મુલાકાત કરી હતી. આ અગાઉ દિલ્લીમાં તેણે ઇંડિયન એક્સપ્રેસ સાથે ખાસ વાત કરી હતી, જેમાં તેણે ગુજરાત વિધાનસભાની ચુંટણી અંગે પ્રતિક્રિયા આપી હતી.
હાર્દિકે કહ્યું હતું કે, અમે ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં સાબિત કરી દઇશું કે, કંઇ પણ બોલ્યા વિના પણ સત્તામાં પરિવર્તન કરી શકાય છે. ભાજપને સત્તામાંથી ફેંકવાની વાત પણ હાર્દિકે કરી છે અને એ રીતે તેણે ગુજરાત વિધાનસભાની ચુંટણીને ફાઇનલ ગણાવી છે.
ગુજરાત હાઈકોર્ટે છ મહિના ગુજરાત બહાર રહેવાની શરતે હાર્દિક પટેલને જામીન આપ્યા હતા. હવે હાર્દિકનો આ છ મહિનાનો સમયગાળો પૂરો થવા આવ્યો છે, ત્યારે સરકાર હાર્દિક અને પાસ સાથે સમાધાન કરવાના પ્રયાસો કરી રહ્યું છે. હાર્દિકે ઇંડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આગામી 17મી જાન્યુઆરીએ છ મહિના પૂરા થાય છે. અમે 28મી જાન્યુઆરીએ સૌરાષ્ટ્રમાં મોટી ખેડૂત રેલીનું આયોજન કર્યું છે. આ સમયે હું મોટો ધડાકો કરવાનો છું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -