હાર્દિકનો હુંકારઃ અબ આંદોલન આર-પાર હો. અંતિમ અબ પ્રહાર હો, બીજું શું કહ્યું ? જાણો
ઉદયપુરઃ પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વિનર હાર્દિક પટેલે પાટીદાર આંદોલનને વેગ આપવા માટેની હાકલ કરી છે. તેણે આ સંદર્ભમાં એક કવિતા લખી છે. તેણે પોતાના ફેસબુક એકાઉન્ટ પર સુરતમાં મા ખોડલ આયોજીત ગરબા મહોત્સવની પણ પ્રશંસા કરી હતી કે, તેણે આ મહોત્સને પાટીદાર સમાજને એક કરવાની પહેલ ગણાવી હતી. હાર્દિકે આ મહોત્સવના આયોજકો અને સ્વયંસેવકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
શક્તિ, સત્ય, સંયમ, સંકલ્પ, સદભાવ, સહજતા, ધર્મ, ન્યાય, ની સાથે સમાજને એકજૂથ થઇને લડાઇ લડો જીત નક્કી છે સત્ય મેવ જયતે, જાગ ઓ યુવા, સંઘર્ષ કર તેરી લડાઇ તુજે ખુદ લડના હોગા, બલી બકરે કી ચઢતી હૈ, શેર કી નહીં, તુ શેર હૈ, ઉઠ ઔર સિંહ ગર્જના કર।
હાર્દિકે કહ્યું કે, સુરતથી અમરેલી સુધી પ્રાઇવેટ હવાઇ સફર શરૂ કરવા માટે ગુજરાતના ધારાસભ્ય પરેશ ધાનાનીનો આભાર માન્યો હતો. દશેરા નિમિતે હાર્દિકે સંદેશો આપતા કહ્યું કે, આ અવસર અસત્ય પર સત્યની જીત પર ઉજવવામાં આવે છે. તેણે લખ્યું કે, આપણી લડાઇ સત્યની છે સત્તાની છે. સતા પર ઘમંડ તેમજ અભિમાની સરકારના અત્યાચાર વિરુદ્ધ છે અને જીત સત્યની થશે.
હો અબ અંતિમ પ્રહાર, સમાજ કા હૈ યહ કામ, સબ કો હોના હૈ સાથ, જગ દેખ અબ કા રણટંકાર