‘આવી સલાહ એક ચાવાળો જ આપી શકે છે’, જાણો મોદી પર કોણે કર્યો આવો કટાક્ષ
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ એક ખાનગી ચેનલને એક ઇન્ટરવ્યૂ આપ્યું હતો જેમાં રોજગારી મુદ્દે તેમણે વાત કરી હતી. તેમના રોજગારી મુદ્દે આપેલ નિવેદનને કારણે રાજકીય ઘમાસાણ સર્યું હતું. પહેલા ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ અને હવે પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલે વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવડાપ્રધાને કહ્યુ હતું કે, જો કોઈ વ્યક્તિ ભજિયા વેચે છે અને સાંજે 200 રુપિયા કમાઈને પાછો ફરે છે તો તેને રોજગાર માનશો કે નહીં માનો?
વડાપ્રધાન મોદીના આ નિવેદન પર ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે ટ્વિટ કરીને કહ્યુ હતું કે, આ બેરોજગાર યુવાનોની મજાક ઉડાવવા સમાન છે.
હાર્દિર પટેલે ટ્વિટ કરીને કહ્યું કે, બેરોજગાર યુવાઓને ભજિયાની લારી લગાવવાની સલાહ એક ચાવાળો જ આપી શકે, અર્થશાસ્ત્રી આવી સલાહ ન આપતા. આમ હાર્દિક પટેલે આ ટ્વિટમાં ચાવાળા શબ્દનો ઉપયોગ કરીને પીએમ મોદી પર ટકાક્ષ કર્યો છે. જોકે હાર્દિકના આ ટ્વિટ પર તેની તરફેણમાં અને વિરોધમાં લોકોએ ટ્વિટ કરતાં જોવા મળ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -