રેપની ઘટનાઓ પર હરિયાણાના CM ખટ્ટરના નિવેદન પર વિવાદ, કૉંગ્રેસે કહ્યું-માંફી માગે
આ પહેલી વાર નથી કે ખટ્ટરે રેપ જેવી ઘટનાઓ પર શર્મનાક ટિપ્પણી કરી છે. આ અગાઉ પણ 2014માં તેમણે બળાત્કાર જેવી ઘટનાઓ રોકવા માટે યુવતીઓના કપડાં ને લઈને પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉલ્લેખનીય છે કે એક કાર્યક્રમ દરમિયાન હરિયાણાના મુખ્યંત્રી મનોહર લાલ ખટ્ટરે કહ્યું હતું કે, રેપ અને છેડતી જેવા મામલામાં 80-90 ટકાની ઘટનાઓ જાણનાર વચ્ચે જ થાય છે. પહેલા બન્ને સાથે લાંબા સમય સુધી ફરે છે અને બાદમાં કંઈ અણબનાવ થાય તો એફાઆઈઆર કરી રેપનો આરોપ લગાવી દે છે.
કૉંગ્રેસ નેતા સુરજેવાલાઓ દાવો કર્યો કે, સીએમ ખટ્ટરે કહ્યું છે કે, બળાત્કારની મોટાભાગની ઘટનાઓ તેની સાથે થાય છે જે બહાર હરતી-ફરતી હોય. વધી રહેલી રેપ કે ગેંગરેપની ઘટનાઓનો દોષ મહિલાઓના ચરિત્ર પર મઢવું ખૂબજ શર્મજનક છે. તેના માટે માફી માંગવી જોઈએ. જો કે કથિન નિવેદન કે સુરજેવાલાના આરોપ બાદ પર સીએમ ખટ્ટર કાર્યાલય કે ભાજપ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.
સુરજેવાલાએ ટ્વિટ પર ખટ્ટરનો એક કથિત નિવેદનવાળો વીડિયો પોસ્ટ કરતા કહ્યું કે, ‘મહિલા વિરોધી ખટ્ટર સરકાર, દિકરીઓનું કરે તિરસ્કાર! હરિયાણાના સીએમ ખટ્ટરની આ ટીપ્પણી નિંદનીય.’
નવી દિલ્હી: હરિયાણાના મુખ્યંત્રી મનોહર લાલ ખટ્ટરના રેપને લઈને આપેલા નિવેદન પર વિવાદ શરૂ થઈ ગયો છે. કૉંગ્રેસે ખટ્ટરના નિવેદનને મહિલા વિરોધી ગણાવતા તેમની પાસે માફીની માંગ કરી છે. કૉંગ્રેસે પ્રવક્ત રણદીપ સુરજેવાલાએ કહ્યું કે હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરને બળાત્કારના સંદર્ભમાં મહિલા વિરોધી ટિપ્પણી કરી છે. તેના માટે તેઓએ માફી માંગવી જોઈએ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -