હરિયાણાની સિંગરની હત્યા મામલે તેની બહેને કહ્યું- હર્ષિતાની હત્યા મારા પતિએ કરાવી, બળાત્કાર પણ કર્યો હતો
હર્ષિતા કુરુક્ષેત્રના સાંસદ રાજકુમાર સૈનીની રેલીના વિરોધમાં થયેલી બેઠકમાંથી આવતી હતી ત્યારે પાણીપત નજીક તેની કારને ઓવરટેક કરી કારમાં સવાર ત્રણ વ્યક્તિએ તેની કારમાંથી ઉતારી ગોળી મારી દીધી હતી.
પાણીપત પોલીસના ડીએસપી દેસરાજે જણાવ્યું કે, હર્ષિતા દહિયાના મૃતદેહના પોસ્ટમોર્ટન કરવામાં આવ્યું છે. પોસ્ટમોર્ટન કરનાર ડૉ રાજીવે જણાવ્યું કે, હર્ષિતાને 8 જેટલી ગોળીઓ મારવામાં આવી છે. જેમાં ત્રણ ગોળી તેના મૃતદેહમાંથી મળી આવી છે.
નવી દિલ્લી: હરિયાણાની ગાયિકા અને ડાન્સર હર્ષિતા દહિયાની હત્યા મામલે તેની બહેન લતાએ સનસનાટી આરોપ લગાવતા કહ્યું કે, હર્ષિતાની હત્યા તેના બનેવી દિનેશે કરી છે. દિનેશ લતાનો પતિ છે અને હર્ષિતા સાથે બળાત્કારના આરોપમાં તે જેલમાં છે. દિનેશ પર હર્ષિતાની માતાની હત્યાનો પણ આરોપ છે. તેણે લતાને પણ ધમકી આપી હતી.
હર્ષિતા મૂળ હરિયાણાની સોનીપત નાહરા ગાંમની રેહનારી છે. હર્ષિતાનો ખરખૌદાના બે કલાકારો સાથે વિવાદ પણ થયો હતો અને તેને ધમકીઓ પણ આપી હતી.પોલીસ તપાસ કરી રહી છે કે હર્ષિતાને ધમકી કોણ આપતું હતું અને હુમલાવરોની વધુ તપાસ ચાલી રહી છે.