ભાજપના નેતાની ઘાતકી સલાહઃ જરૂર પડે તો પોલીસ પર હુમલો કરો અને તેમને મારી નાંખો
નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતા કાલોસોના મંડલે કહ્યું કે, રાજ્યની પોલીસ લોકોની દુશ્મન છે. જો લોકો ટીએમસીના કાર્યકર્તાઓની જગ્યાએ તેને નુકસાન પહોંચાડશે તો તમને કંઈ નહીં થાય. ભાજપ નેતાએ રવિવારે (6 જાન્યુઆરી) આ વાત બીરભૂમ જિલ્લામાં એક કાર્યક્રમ દરમિયાન કહી. આ દરમિયાન ભાજપ મહિલા મોર્ચાના અધ્યક્ષ લોકેટ ચેટર્જી પણ હાજર હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાજપનો એવો આક્ષેપ છે કે, મમતા બેનર્જીનાં ઇશારે સ્થાનિક પોલીસ તેના કાર્યકરો પર ખોટા કેસો કરે છે. આવા સમયે, ભાજપનાં બે નેતાઓએ તેમના કાર્યકરોને પોલીસ પર હુમલો કરવા અને જરૂર પડે તો તેમને મારી નાંખવાની સલાહ આપી હોવાનાં આક્ષેપ સામે આવ્યા છે.
ભાજપનાં નેતા કાલોસોના મંડલે કહ્યું કે, સ્થાનિક પોલીસ મુખ્ય દુશ્મન છે, નહીં કે ટીએમસી. તેમણે પોતાના કાર્યકરો અને લોકોને ઉશ્કેરતા કહ્યુ કે, જરૂર પડે તો પોલીસ પર હુમલા કરો અને તેમને મારી નાંખો. તમને કશુ થશે નહીં. આ પોલીસ પાસેથી આપણે કશી અપેક્ષા રાખી શકીએ તેમ નથી. જો તમે એમને હથિયાર બતાવશો તો જ તમને ગાંઠશે. પણ મમતા બેનર્જીનાં માણસોને મારશો નહીં. જો તમે તેમને મારશો, તો તમારી સામે કેસ થશે અને તે આપણા પ્રતિસ્પર્ધી નથી. પણ પોલીસ આપણી પ્રતિસ્પર્ધી છે એટલે તેમને મારો. બીજી બાજુ ત્યાં હાજર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ લોકેટ ચેટર્જીએ તેમના ટેકેદારોને કહ્યુ કે, જો જરૂર પડે તો હિંસા પર ઉતરો અને હથિયાર હાથમાં લો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -