હરિયાણાઃ પેટા ચૂંટણીમાં કોંગ્રેસે રમ્યો મોટો દાવ, આ દિગ્ગજ નેતાને બનાવ્યા ઉમેદવાર, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 10 Jan 2019 09:01 AM (IST)
1
સૂત્રોના જણાવ્યા મુજબ, પાર્ટી આ પેટા ચૂંટણીમાં દિગ્ગજ નેતાને ઉતારવા માંગતી હતી. તેથી સુરજેવાલાના નામ પર મહોર મારવામાં આવી છે. કોંગ્રેસ લોકસભા ચૂંટણી પહેલા ઝીંદ પેટા ચૂંટણીને ઘણી ઘંભીરતાથી લઈ રહી છે.
2
નવી દિલ્હીઃ હરિયાણાની ઝીંદ બેઠકની પેટા ચૂંટણીને લઈ કોંગ્રેસે મોટા દાવ રમ્યો છે. ઉમેદવારી નોંધાવવાના એક દિવસ પહેલા કોંગ્રેસે ઝીંદ વિધાનસભા પેટા ચૂંટણી માટે વરિષ્ઠ નેતા રણદીપ સિંહ સુરજેવાલાને ઉમેદવાર બનાવ્યા છે. સુરજેવાલા હાલ કૈથલથી ધારાસભ્યછે.
3
ઝીંદ સીટના ધારાભ્ય હરિચંદ મિડ્ઢાના અવસાન બાદ અહીં પેટાચૂંટણી યોજાઈ રહી છે. હરિચંદ ઘણા સમયથી બીમાર હતા અને થોડા મહિના પહેલા તેમનું અવસાન થયું હતું. ઝીંદમાં પેટા ચૂંટણી માટે 28 જાન્યુઆરીઓ વોટિંગ થશે અને 31 જાન્યુઆરીએ પરિણામ જાહેર થશે.
4