✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નમાઝ મસ્જિદ કે દરગાહમાં જ પઢો, જાહેર જગ્યાઓ પર નહીઃ ખટ્ટર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 May 2018 02:55 PM (IST)
નમાઝ મસ્જિદ કે દરગાહમાં જ પઢો, જાહેર જગ્યાઓ પર નહીઃ ખટ્ટર
1

ખટ્ટરે જણાવ્યું કે, 8મેએ ઇઝરાયેલમાં એગ્રિટેક સેમિનારમાં ભાગ લેવા અને ત્યારબાદ યૂનાઇટેડ કિંગડમ જશે. તેમનું ફોકસ હરિયાણામાં રોકાણ લાવવાનું છે. ખટ્ટરના નમાઝ વાળા નિવેદન બાદ માનવામાં આવી રહ્યું છે કે ગુરુગ્રામ સહિત અન્ય સાર્વજનિક સ્થળો પર નમાઝ પઢવા વાળા લોકોને હવે હતોસ્તાહિત કરવામાં આવી શકે છે.

2

ખટ્ટરે પ્રેસ કૉન્ફરન્સમાં પત્રકારોના આ મુદ્દે પુછવામાં આવેલા સવાલના જવાબ આપતા કહ્યું કે, કાયદો વ્યવસ્થા જાળવી રાખવી સરકારનું કામ છે. ખુલ્લામાં નમાઝની ઘટનાઓ આજકાલ વધી છે. નમાઝ જાહેર સ્થળોની જગ્યાએ મસ્જિદ કે દરગાહમાં પઢવામાં આવવી જોઇએ. ખટ્ટર કાલથી ઇઝરાયેલ અને યુકેના પ્રવાસે જઇ રહ્યાં છે. તેમને આ માહિતી આપવા માટે પ્રેસ કૉન્ફરન્સ કરી હતી જેમાં પત્રકારોએ તેમને ગુરુગ્રામની ઘટનાનો ઉલ્લેખ કરતાં સવાલ પુછ્યા હતા.

3

ઉલ્લેખનીય છે કે, સાર્વજનિક સ્થળો પર નમાઝ પઢના લોકોને ત્યાંથી ભગાડવાનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો હતો. બાદમાં કેટલીક બીજી જગ્યાઓ પર પણ આ ઘટના સામે આવી હતી. પોલીસે એક હિન્દુ સંગઠનના કેટલાક લોકોને આ મામલે અટકાયત પણ કરી હતી. તનાવપૂર્ણ સ્થિતિને જોતા આવી જગ્યાઓ પર પોલીસ તૈનાત કરવામાં આવી દીધી છે.

4

નવી દિલ્હીઃ હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે ગુરુગ્રામમાં સાર્વજનિક સ્થળો પર નમાઝ પઢી રહેલા લોકોને હિન્દુ સંગઠનોના કાર્યકર્તાઓ દ્વારા ભગાવવાના મામલે મૌન તોડ્યું છે. ખટ્ટરે કહ્યું કે, નમાઝ સાર્વજનિક જગ્યાઓ પર નહીં પણ મસ્જિદ કે દરગાહમાં પઢવી જોઇએ.

  • હોમ
  • India-news
  • દેશ
  • નમાઝ મસ્જિદ કે દરગાહમાં જ પઢો, જાહેર જગ્યાઓ પર નહીઃ ખટ્ટર
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.