નોટબંધીમાં 60 લાખનું કરી નાંખ્યું, આ સિંગરની થઈ ધરપકડ
નવી દિલ્હીઃ હરિયાણામાં ઉત્તર જિલ્લાની સ્પેશયલ સ્ટાફે નોટબંધી દરમિયાન આઠ લાખ રૂપિયાની છેતરપિંડી કરવાના આરોપમાં હરિયાણાની ગાયકની બહાદુરગઢથી ધરપકડ કરી છે. આરોપીની ઓળખ 27 વર્ષમી શિખા રાધવ તરીકે થઈ છે. શિખાને આ જ કેસમાં સ્થાનીક કોર્ટ ભાગેડુ જાહેર કરી ચૂકી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપોલીસ અનુસાર શિખા રાધવ અને તેના સાથી પવને અંદાજે બે વર્ષ પહેલા રાણા પ્રતાપબાગની રહેવાસી સંતોષ ભારદ્વાજ નામની મહિલા સાથે નોટબંધી દરમિયાન 60 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી.
નોટબંધી થઈ ત્યારે સંતોષ પાસે 60 લાખ રૂપિયાની જૂની નોટ હતી. શિખાએ સંતોષને થોડા કમીશન પર નોટ બદલી આપવાનું કહ્યું હતું. જોકે ઘણાં દિવસ સુધી રૂપિયા ન મળવાને કારણે સંતોષને છેતરપિંડી કર્યાનો અનુભવ થયો.
સંતોષે આ મામલે પોલીસને જાણકારી આપી. તપાસ બાદ પોલીસે છેતરપિંડીનો કેસ નોંધી પવનની ધરપકડ કરી અને શિખા રાધવ ફરાર થઈ ગઈ હતી. તેને ઘણાં દિવસથી પોલીસ શોધી રહી હતી. બાદમાં કોર્ટે શિખાને ભાગેડુ જાહેર કરી હતી. બાદમાં ગુરુવારે ઉત્તરી જિલ્લા પોલીસે શિખાની શૂટિંગ દમરિયાન બહાદુરગઢ હરિયાણાથી ધરપકડ કરી હતી. હાલમાં પોલીસ દિલ્હી લાવીને શિખાની પૂછપરછ કરી રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -