કોંગ્રેસ સાંસદ શશિ થરૂરના બંગલે ચોરી, PM મોદીએ આપેલી ગીફ્ટ સહિત ઘણી કીંમતી વસ્તુઓ ચોરી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  07 Dec 2016 10:22 AM (IST)
કોંગ્રેસ સાંસદ શશિ થરૂરના બંગલે ચોરી, PM મોદીએ આપેલી ગીફ્ટ સહિત ઘણી કીંમતી વસ્તુઓ ચોરી
1

પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર કેસ રજિસ્ટ્રર થયા પછી પોલીસે સિક્યોરિટી ગાર્ડસ, ડ્રાઈવર્સ સાથે પૂછપરછ કરવાનું શરૂ કરી દીધું છે.

2

થરૂરે પોતાની ફરિયાદમાં લખાવાયું છે કે ચોર તેમના સત્તાવાર હાઉસની દીવાલ ઉપરથી ચઢીને ગેટ તોડીને તેમની ખાનગી ઑફિસમાં દાખલ થયો હતો. ચોર નટરાજની મૂર્તિને લઈ ગયો છે જે એંટિક પીસ હતો. ગણેશની 12 મૂર્તિ, હનુમાનની 10 મૂર્તિ પણ ચોર સાથે લઈ ગયો છે. તેના સિવાય થરૂરના મંદિરમાંથી કીંમતી વસ્તુઓ પણ ચોરી થઈ છે. જ્યારે 32 જીબીની 12 પેનડ્રાઈવ અને એક ઈંટરનેટ ડોંગલની ચોરી પણ કરવામાં આવી છે. પીએમ મોદીએ સ્વચ્છ ભારતમાં જોડાયા હોવાના કારણે થરૂરને એક ગાંધી ચશ્મા પણ ગીફ્ટ કરવામાં આવ્યા છે. તે પણ ચોરી થઈ ગયા છે.

3

જાણકારી એવી પણ મળી છે કે તુગલક રોડ પોલીસ સ્ટેશનમાં આઈપીસીની ધારા 380/457ના મતે કેસ રજિસ્ટર કરવામાં આવ્યો છે. મામલાની તપાસ માટે નવી દિલ્લી જિલ્લાના સ્પેશિયલ સ્ટાફ અને ક્રાઈમ બ્રાંચની એક ટીમ પણ બનાવી છે. થરૂર નવી દિલ્લીમાં લોધી એસ્ટેટમાં રહે છે. ત્યાંનો વિસ્તાર લુટિયન દિલ્લીમાં આવે છે. જે સુરક્ષાની દ્દષ્ટિએ પણ સારો વિસ્તાર છે. થરૂર સિવાય ત્યાં ઘણા સાંસદ અને વીઆઈપી રહે છે. પોલીસના એક સીનિયર અધિકારીએ જણાવ્યું કે થરૂરે તે વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવાની વાત કરી છે. ડેપ્યુટી કમિશ્નર ઑફ પોલીસ (નવી દિલ્લી ડિસ્ટ્રિક્ટ) જતિન નરવાલે કહ્યું, ‘અમે એફઆઈઆર લખી દીધી છે અને તપાસ શરૂ કરી દીધી છે.’

4

નવી દિલ્લી: કોંગ્રેસ નેતા અને સાંસદ શશિ થરૂરના દિલ્લીવાળા ઘરમાં ચોરી થઈ છે. આ ચોરી 29 નવેમ્બરે થઈ હતી. જેના લીધે કીંમતી સામાન ચોરી થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી દ્વારા ગીફ્ટમાં મળેલા ચશ્મા પણ ગાયબ થયા છે. થરૂરની ફરિયાદ પોલીસે નોંદીને આગળની તપાસ હાથ ધરી છે. પરંતુ જો કે પોલીસને આ ઘટનામાં સંડોવાયેલો એકપણ વ્યક્તિ મળ્યો નથી.

  • હોમ
  • India-news
  • દેશ
  • કોંગ્રેસ સાંસદ શશિ થરૂરના બંગલે ચોરી, PM મોદીએ આપેલી ગીફ્ટ સહિત ઘણી કીંમતી વસ્તુઓ ચોરી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો