✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

કુમારસ્વામીના શપથ ગ્રહણમાં સામેલ થશે રાહુલ-સોનિયા ગાંધી, કાલે સરકાર બનાવવાને લઈને મોટી બેઠક

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  21 May 2018 10:11 PM (IST)
1

નવી દિલ્લી: કર્ણાટકના પદનામિત મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ આજે દિલ્લીમાં કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને યૂપીએ ચેરપર્સન સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી. કુમારસ્વામીએ રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને 23 મેના યોજાનારા શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું. જાણકારી મુજબ બંને નેતા બેંગલૂરૂ જવા માટે તૈયાર થયા છે.

2

કુમારસ્વામીનો શપથ ગ્રહણ 23મે ના યોજાશે, હાલ શપથગ્રહણના સમય અને સ્થળની કોઈ સ્પષ્ટતા નથી થઈ.

3

દિલ્લી જતા પહેલા કુમારસ્વામીએ સ્પષ્ટતા કરી હતી કે વિભાગોની ફાળવણીને લઈને હાલ કોઈ નથી થઈ. તેમણે મીડિયાને અનુરોધ કર્યો હતો કે આવી અટકળો વાળી ખબરો ચલાવીને જનતા અને ધારાસભ્યો વચ્ચે ભ્રમ ઉત્પન્ન ન કરે.

4

મુલાકાત બાદ કુમારસ્વામીએ કહ્યું અમે કર્ણાટકમાં સ્થિર સરકાર આપશું. કુમારસ્વામીએ કહ્યું મંત્રી મંડળ અંગે અમારી ચર્ચા થઈ રહી છે જે અંગે આવતીકાલે જાણ કરવામાં આવશે. કાલે કૉંગ્રેસ નેતા વેણુગોપાલ અને કુમારસ્વામીની બેઠકમાં બે ડેપ્યૂટી સીએમ, સ્પીકર જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે. મુખ્યમંત્રી એકલા શપથ લેશે કે કૉંગ્રેસના ડેપ્યૂટી સીએમ કા તો કેટલાક મંત્રીઓ લેશે બેઠકમાં તેના પર નિર્ણય કરવામાં આવશે.

5

આ પહેલા કુમારસ્વામીએ બસપા સુપ્રીમો માયાવતી સાથે પણ મુલાકાત કરી હતી.

  • હોમ
  • India-news
  • દેશ
  • કુમારસ્વામીના શપથ ગ્રહણમાં સામેલ થશે રાહુલ-સોનિયા ગાંધી, કાલે સરકાર બનાવવાને લઈને મોટી બેઠક
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.