કુમારસ્વામીનો પુત્ર છે સાઉથની ફિલ્મોનો ડેશિંગ સ્ટાર, પરણ્યો છે ટોચના પ્રોડ્યુસરની પુત્રીને. જાણો વિગત
બેગ્લુરુઃ કર્ણાટકમાં ફ્લોર ટેસ્ટ અગાઉ જ ભાજપના નેતા યેદુરપ્પાએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધા બાદ જેડીએસ નેતા એચડી કુમારસ્વામી રાજ્યના નવા મુખ્યમંત્રી બનશે. ચૂંટણી અગાઉ જ જેડીએસના નેતાએ કિંગ બનવાની ભવિષ્યવાણી કરી દીધી હતી. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે કિંગમેકર નહી પરંતુ કિંગ બનીશ. યેદુરપ્પાના રાજીનામા બાદ કુમારસ્વામીનો રસ્તો સાફ થઇ ગયો છે. એવામાં કર્ણાટકના ભવિષ્યના મુખ્યમંત્રી કુમારસ્વામીના પરિવાર વિશે થોડી જાણકારી મેળવીએ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસ્વાથિ અને નિખિલની મુલાકાત એમબીએના અભ્યાસ દરમિયાન થઇ હતી. બંન્નેને એકબીજાને એક વર્ષ સુધી ડેટ કર્યા હતા અને બાદમાં લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. કુમારસ્વામી અને અનીતા કુમારસ્વામીના દીકરા નિખિલ ગૌડા કન્નડ અને તેલુગુ ફિલ્મોમાં જાણીતો એક્ટર છે. તેણે પ્રથમવાર 2016માં મહાદેવના નિર્દેશનમાં બનેલી કન્નડ અને તેલુગુ ફિલ્મ જગુઆરમાં એક્ટિંગ કરી હતી.
16 ડિસેમ્બર 1959માં જન્મેલા કુમારસ્વામીએ બે લગ્ન કર્યા છે. તેમના લગ્ન ખૂબ ચર્ચામાં રહ્યા. કુમાર સ્વામીએ પ્રથમ લગ્ન 1986માં અનિતા કુમારસ્વામી સાથે કર્યા હતા. પ્રથમ લગ્નથી તેમને નિખિલ ગૌડા છે. કુમારસ્વામીએ 2006માં કન્નડ એક્ટ્રેસ રાધિકા સાથે બીજા લગ્ન કર્યા. કુમાર સ્વામી અને રાધિકાને એક દીકરી છે. કુમાર સ્વામીએ પ્રથમ પત્ની અનિતાને છૂટાછેડા આપ્યા નથી.
ફક્ત 38 બેઠકો સાથે મુખ્યમંત્રીની ખુરશી પર દાવો ઠોકનારા કુમારસ્વામીનું અંગત જીવન ખૂબ રસપ્રદ છે. કુમારસ્વામીના દીકરા નિખિલ ગૌડાએ ફિલ્મ પ્રોડ્યુસર કેસીએન મોહનની દીકરી સ્વાથિ સાથે બે જૂન 2015માં લગ્ન કર્યા હતા. નિખિલ પિતાની જેમ રાજનીતિમાં આવવાના બદલે ફિલ્મોમાં નસીબ અજમાવવાનો નિર્ણય કર્યો હતો. કેસીએન મોહન એક બિઝનેસમેન અને જાણીકા કન્નડ ફિલ્મ પ્રોડ્યુસર છે.
બાદમાં નિખિલે મુનીરતન્ના કુરુક્ષેત્રમાં અભિનય કર્યો. નિખિલની પત્ની સ્વાથિના પરિવારના કન્નડ ફિલ્મ ઇન્ડસ્ટ્રિઝ સાથે સારા સંબંધો છે અને સ્વાથિના દાદા કેસીએન ગૌડાએ અનેક જાણીતી કન્નડ ફિલ્મોમાં નિર્દેશન કર્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -