✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઉત્તર ભારતમાં ઠંડીનું જોર વધ્યું, શ્રીનગરમાં પારો માઇનસ 2 ડિગ્રી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Dec 2017 10:09 AM (IST)
ઉત્તર ભારતમાં ઠંડીનું જોર વધ્યું, શ્રીનગરમાં પારો માઇનસ 2 ડિગ્રી
1

શ્રીનગરઃ ગુજરાત સહિત દેશભરમાં ઠંડીનું જોર દિવસે દિવસે વધી રહ્યું છે. ઉત્તર ભારતમાં તાપમાન સૌથી વધુ ઠંડુ રહ્યું હતું, જેમાં શ્રીનગરમાં તાપમાનનો પારો માઇનસ 2 ડિગ્રી, દિલ્હીમાં 7 ડિગ્રી અને ઉટીમાં પહેલીવાર તાપમાન શૂન્ય કરતાં નીચું નોંધાયું છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર ભારતમાં હજુ પણ ઠંડીનો પ્રકોપ વધી શકે છે.

2

દિલ્હીમાં કાતિલ ઠંડી અને ભારે ધૂમ્મસના કારણે 17 ટ્રેનો રદ્દ કરવામાં આવી હતી. જમ્મુ અને કાશ્મીરમાં 40 દિવસનો શિયાળો શરૂ થઇ ગયો જેને ચિલ્લાઇ કલાન તરીકે ઓળખવામાં આવે છે.

3

કાતિલ ઠંડીનો પ્રકોપ હજુ ઉત્તર ભારતના રાજ્યો પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં યથાવત રહી શકે છે.

4

જમ્મુ અને કાશ્મીરમાં હાડ ગાળતી ઠંડીનો પ્રકોપ ચાલું થઇ ગયો છે, કારગિલમાં સતત બીજા દિવસે તાપમાન ગગડીને માઇનસ 11.4 થયું હતું, દિલ્હીમાં 7 અને શ્રીનગરમાં માઇનસ 2 ડિગ્રી સુધી પહોંચી ગયું હતું, જેના કારણે ત્યાં સિઝનની સૌથી ઠંડી રાત બની ગઇ હતી.

  • હોમ
  • India-news
  • દેશ
  • ઉત્તર ભારતમાં ઠંડીનું જોર વધ્યું, શ્રીનગરમાં પારો માઇનસ 2 ડિગ્રી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.