ચોમાસુ હજુ બરાબર બેસ્યુ પણ નથી અને મેગ્લુંરુમાં આવ્યું પુર, તસવીરોમાં જુઓ પુરે મચાવેલી તબાહી
અનુમાન તો એ પણ છે કે, ઉત્તર ભારતમાં સમય કરતાં પહેલા વરસાદ થઇ શકે છે. આનાથી લોકોને ભારે ગરમીથી છુટકારો મળશે, અત્યારે તો રાહત અને બચાવ કાર્ય ચાલુ છે અને આખા શહેરને એલર્ટ પર મુકી દેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, સામાન્ય રીતે મૉનસૂન 1 જૂન સુધી કેરાલામાં પહોંચે છે, પણ આ વખતે ત્રણ દિવસ વહેલા કેરાલામાં પહોંચી ચૂક્યુ છે.
હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આ પ્રી મૉનસૂન છે. પણ આવી આશા ન હતી કે આટલુ પાણી વરસસે. વળી, પ્રી મૉનસૂનમાં આવો વરસાદ છેલ્લા 25 વર્ષોમાં તો ક્યારેય પણ નથી પડ્યો.
વળી, ગૃહમંત્રી રાજનાથ સિંહે પણ પરિસ્થિતિ વિશે વાત કરી અને હૉમ સેક્રેટરી સાથે વાત કરીને એનડીઆરએફની ટીમ મોકલવાની વાત કહી હતી.
રાજ્ય તાત્કાલિક ધોરણે સ્કૂલો, કૉલેજ અને દુકાનોને બંધ કરાવી દેવામાં આવી હતી. ભારે પવનના કારણે કેટલાય ઝાડ અને વીજળીના થાંભલા ઉખડી ગયા હતા. કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ મેગ્લુંરુના કલેક્ટર પાસેથી પરિસ્થિતિની માહિતી લીધી અને તાત્કાલિક રાહત કાર્યનો આદેશ આપી દીધો હતો.
મેગ્લુંરુમાં વરસાદ સવારે નવ વાગે શરૂ થયો અને જોતજોતામાં કોડિયલગુથુ, કોત્તરા, ચૌકી, વીવીએસ, કદરી, કંબાલા, પણજીમંગેરુ, અદયાર યેક્કુરુ સહિતના કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા, કેટલાક વિસ્તારોમાં તો ઘૂંટણસમા પાણી ભરાયા હતા.
બેગ્લુંરુઃ કેરાલામાં ચોમાસુ દરવાજો ખખડાવી રહ્યું છે, આખા રાજ્યમાં હજુ પુરેપુરુ બેસ્યુ પણ નથી ત્યાં તો હવામાને મિઝાઝ બદલ્યો છે. મંગળવારે સાંજે કર્ણાટકના મેગ્લુંરુમાં વરસાદથી પુર જેવી પરિસ્થિતિનું નિર્માણ થઇ ગયું. કેટલાય વિસ્તારોમાં પાણી ભરાયા, કેટલાય લોકોના ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા. આ અચનાક આવેલા પુરે રાજ્યમાં ભારે તબાહી મચાવી દીધી હતી. અહીં તેની કેટલીક તસવીરો બતાવવામાં આવી છે.