મુંબઈમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ, અંધેરી, સાકીનાકા, કુર્લા સહિતના અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં
મુંબઈમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે. અંધેરી, સાકીનાકા, કુર્લા સહિત અનેક વિસ્તારમાં પાણી ભરાયાં છે. આજે દિવસભર ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજ્યારે ભિવંડી, કાલવા મુંબ્રા, લોકમાન્ય નગરમાં ઘણા કલાકો સુધી વિજ પુરવઠો ખોરવાયો હતો. મુંબઈ સહિત મહારાષ્ટ્રના લોકોને હાલ રાહત મળવાની પણ આશા નથી. હવામાન વિભાગ મુજબ, આજથી 12 જૂન સુધી ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું કે દક્ષિણ પશ્ચિમ મોનસૂન પહેલેથી જ સક્રિય થવાના કારણે કર્ણાટક, ગોવા અને દક્ષિણ મહારાષ્ટ્રમાં આગામી કેટલાક દિવસો સુધી ભારે વરસાદ ચાલું રહેશે.
મુંબઈ: દેશની આર્થિક રાજધાની મુંબઈમાં મોડી રાતથી ભારે વરસાદ પડી રહ્યો છે. ધણા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઠાણે, ભિવંડી, કલ્યાણમાં ભારે પવન સાથેના વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -