નાસિકઃ મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઇ છે. ભારે વરસાદને કારમે ગોદાવરી નદીએ ભયજનક સપાટી વટાવી છે. તો ઐતિહાસિક રામકુંડ પણ ઓવર ફ્લો થઈ ગયો છે. ભોપાલમાં લોકોના હાલ-બેહાલ થઇ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે, તો બીજી તરફ મહારાષ્ટ્રમાં ચોમાસુ પુરબહારમાં ખીલ્યુ છે.
કોંકણમાં મુશળધાર વરસાદથી અનેક નદીઓ ગાંડીતુર બની છે. અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે. નાસિક જિલ્લામાં માત્ર ૯ કલાકમાં આશરે ૩૯ ઇંચ વરસાદ નોંધાયો છે. નાસિક જિલ્લામાં શનિવારથી ભારે વરસાદને કારણે ગોદાવરી નદીમાં પૂર આવ્યું છે અને ઠેર-ઠેર તેના પાણી ફરી વળ્યા છે. ઉપરાંત ઇગતપુરીમાં ૧૭૧ મી.મી., સુરગામા ૧૧ર મી.મી., ત્રયંબકેશ્વર ૧૬૦ મી.મી. વરસાદ વરસ્યો હતો. ર૪ કલાકથી ભારે વરસાદ પડતા ૧૦ વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. નાસિકમાં ૧૦ વર્ષ પહેલા ૧૦૦ મી.મી. વરસાદ નોંધાયો હતો. દરમિયાન મધ્યપ્રદેશમાં વરસાદથી રર લોકોના મોત થયા છે.
નાસિકમાં ૯ કલાકમાં ૩૯ ઇંચઃ ગોદાવરી નદી ભયજનક સપાટી પર, ઐતિહાસિક રામકુંડ ઓવરફ્લો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
11 Jul 2016 12:39 PM (IST)
- - - - - - - - - Advertisement - - - - - - - - -