દિલ્હી, બિહાર અને યૂપી સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, ઉતરાખંડમાં એલર્ટ
ઉલ્લેખનીય છે કે છેલ્લા 20 દિવસથી કેરળમાં સદીનું સૌથી મોટુ પૂર આવ્યું. જેમાં 350 કરતા વધારે લોકોના મોત થયા છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર બચાવ અને રાહત કામગીરીમાં લાગી ગઈ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમેઘરાજાએ રાજસ્થાનમાં કેર વર્તાવ્યો છે જેના કારણે લગભગ 1 હજાર ગામો સંપર્ક વિહોણા બન્યા છે. જ્યારે યુપીના લખીમપુરમાં શારદા નદી ભયજનક સપાટી વટાવતા હાઈએલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ઉત્તર ભારતમાં ભારે વરસાદના કારણે જનજીવન અને વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે. ભારે વરસાદ આવવાનું કારણ ઓડિશામાં એક સકર્યુલેશન સિસ્ટમ સક્રીય થઈ છે. આ સિસ્ટમ બંગાળની ખાડીમાંથી ઉભી થઈ છે. જેના કારણે બિહાર, ઝારખંડ અને છત્તીસગઢના શહેરોમાં ભારેથી અતી ભારે વરસાદ પડવાની સંભાવના છે.
ઉત્તરાખંડના દેહરાદુન, હરિદ્વાર, પૌડી, નૈનીતાલ, ચંપાવનમાં બે દિવસ ભારે વરસાદ પડી શકે છે. ભારે વરસાદના પગલે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદની શક્યતાના કારણે કાંગડા જીલ્લામાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવા આદેશ આપવામાં આવ્યા છે.
નવી દિલ્હી: હવામાન વિભાગે દિલ્હી, યુપી સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તરાખંડ, હરિયાણા, ચંડીગઢ, દિલ્હી, યુપી, મધ્યપ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, સિક્કીમ, અરૂણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણીપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ભારે વરસાદ પડવાની સંભાવના છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -