પોખરણમાં વધુ એક સફળતા, એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ 'હેલિના'નું સફળ પરિક્ષણ
મિસાઇલને લૉન્ચ કરતાં પહેલા ઇનફ્રેયર્ડ ઇમેજિંગ સીકર (IIR) દ્વારા ઓપરેટ કરવામાં આવી, આ સૌથી એડવાન્સ એન્ટી ટેન્ક સિસ્ટમ છે. મિશનના લૉન્ચ દરમિયાન ડીઆરડીઓ, ભારતીય સેનાના અધિકારી હાજર રહ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે હેલિનાનું પરિક્ષણ તેની આખી રેન્જમાં કરવામાં આવ્યું. આ પરીક્ષણ પુરેપુરુ સફળ રહ્યું અને ટેસ્ટ દરમિયાન આને પોતાના દરેક ટાર્ગેટને હાંસલ કર્યું. બધા પેરામીટરને ટેલિમેટરી સ્ટેશન, ટ્રેકિંગ સિસ્ટમ અને હેલિકૉપ્ટર દ્વારા માપવામાં આવ્યા.
રક્ષા મંત્રાલય અનુસાર, ચાંઘણ રેન્જમાં વાયુ સેનાના વિમાનથી સ્માર્ટ એન્ટી એરફિલ્ડ વેપન (એસએએડબલ્યૂ)નું સફળ પરિક્ષણ કર્યું, આનું પરીક્ષણ રવિવારે બપોરે બે વાગે કરવામાં આવ્યું હતું.
નવી દિલ્હીઃ ભારતે રવિવારે સ્વદેશી ગાઇડેડ બમ-એસએએડબલ્યૂ અને એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ 'હેલિના'નું રાજસ્થાનના પોખરણમાં અલગ અલગ ફાયરિંગ રેન્જમાં સફળ પરિક્ષણ કર્યુ છે.