હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા થતા સહેલાણીઓ ખુશ, અદભૂત નજારો જોવા મળ્યો, જુઓ તસવીરો
હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા બાદ સહેલાણીઓ તેનો આનંદ માણી રહ્યા છે.
હિમાચલ પ્રદેશમાં ઘણા બધા મકાનો બરફની ચાદરથી ઢકાઈ ગયા છે.
હિમાચલ પ્રદેશના ટુરિસ્ટ સ્પોટ મંડી દેવીદર્શ જે મંડી જિલ્લાથી 50 કિલોમીટર દુર છે, ત્યાં કંઈક આવો નજારો જોવા મળી રહ્યો છે.
બરફવર્ષાના કારણે રસ્તાઓ અને વૃક્ષોની સાથે ગાડીઓ પર પણ બરફ જામી ગયો છે.
હવામાન વિભાગની જાણકારી મુજબ, બરફવષાના કારણે અહીંયા તાપમાન 3 ડિગ્રી સુધી નીચે જતું રહ્યું છે.
મંડી જિલ્લા અને સિમલામાં ભારે બરફવર્ષા બાદ કંઈક આવો નજારો જોવા મળી રહ્યો છે.
સિમલા: હિમાચલ પ્રદેશમાં ભારે બરફવર્ષા થઈ છે. એવામાં સહેલાણીઓ ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. ભારે બરફવર્ષાના કારણે ચારેય બાજુ બરફની ચાદર પથરાયેલી જોવા મળી રહી છે. તેના લીધે કેટલાંક રસ્તાઓ પર વાહનવ્યવહાર ખોરવાયો છે. પરંતુ પર્યટકોની વચ્ચે ખૂબ જ ઉત્સાહ અને ખુશીનો માહોલ છે. તેઓ બરફના ગોળા બનાવી એકબીજા પર ફેંકીને આનંદ માણી રહ્યા છે.