હિન્દીના પ્રસિદ્ધ કવિ અને ગીતકાર ગોપાલ દાસ નીરજનું 94 વર્ષની વયે નીધન
નવી દિલ્હી: પદ્મભૂષણથી સન્માનિત હિંદીના વરિષ્ઠ કવિ અને ગીતકાર ગોપાલ દાસ નીરજનું 94 વર્ષની વયે દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં નિધન થઈ ગયું છે. ગોપાલદાસ નીરજ ઘણા સમયથી બીમાર હતા. તેમને જન્મ 4 જાન્યુઆરી 1925ના રોજ ઉત્તર પ્રદેશના ઈટાવા જિલ્લાના પુરપલી ગામમાં થયો હતો. તેઓ હિન્દીના પ્રસિદ્ધ કવિ હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગોપાલ દાસ નીરઝ હિંદના એવા પસંદીદા ગીતકારોમાંના હતા જેમણે સાહિત્યની સાથે સાથે ફિલ્મ જગતમાં એટલું જ નામ અને સન્માન મેળવ્યું. તેમને 1991માં પદ્મશ્રી થી સન્માનિત કરવામાં આવ્યા હતા. ગોપાલ દાસ નીરજને 2007માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સિવાય ઉત્તર પ્રદેશ સરકારે તેમને યશ ભારતી સન્માનથી પણ સન્માનિત કર્યા હતા. બોલિવુડમાં ઘણા સુપરહીટ ગીતો લખી ચુકેલા ગોપાલ દાસને ત્રણ વખત ફિલ્મ ફેરનો એવોર્ડ મળ્યો મળી ચૂક્યો છે. તેમણે રાજતપૂરની સુપરહિટ ફિલ્મ ‘મેરા નામ જોકર’ અને ‘કલ આજ ઓર કલ’ માટે ગીત લખ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -