✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ગોધરા: હિન્દુ બાળકોને ખ્રિસ્તીમાં ધર્માતરણ કરવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાનો લોકોનો આક્ષેપ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  28 Aug 2017 11:17 AM (IST)
ગોધરા: હિન્દુ બાળકોને ખ્રિસ્તીમાં ધર્માતરણ કરવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાનો લોકોનો આક્ષેપ
1

એ ડિવિઝન પીઆઇ પ્રદીપ આર્યાના કહેવા પ્રમાણે, સ્થાનિક રહીશોના આક્રોશને પગલે પોલીસે મામલાની ગંભીરતાને ધ્યાને હાલના તબક્કે અરજીના આધારે તપાસ હાથ ધરી છે. મકાનમાં બાળકો પાસે ગટર-ગંદકી સાફ કરાવતા હતા.

2

બાદમાં ગુસ્સે ભરાયેલા સ્થાનિક લોકોએ ખ્રિસ્તી દંપતિના ઘરને ઘેરી લીધું હતું. ગરીબ આદિવાસી બાળકોના ધર્મ પરિવર્તન કરાતી હોવાની અરજી પોલીસ મથકે આપી હતી. એક સ્થાનિકના કહેવા પ્રમાણે, છેલ્લા 8થી 10 વર્ષથી અહી આદિવાસી બાળકોને લાવીને તેઓને પ્રાર્થના શિખવાડીને મોટેથી બોલાવે છે. હિન્દુ તહેવારોમાં પણ કોઇ બાળકને સોસાયટીમાં આવવા દેતા ન હતા. પછાત વિસ્તારમાંથી બાળકો લાવવા માટે 15 થી 20 બાઇક સવારો રાખ્યા છે. તેઓ લાવીને બાળકોને અહી મુકી જાય છે.

3

મળતી વિગતો અનુસાર, ગોધરાના મિશન કોલેજની સામે આવેલ દડી કોલેનીમાં મકાન નં- 21 માં પી.જે.ક્રિસ્ટ્રોફર છેલ્લા દસ વર્ષથી હોસ્ટેલમાં જાંબુધોડા, ઘોઘંબા વિસ્તારના ગરીબ આદિવાસી બાળકોને રાખીને તેઓના વાલીઓને લોભ લાલચ આપીને તેઓના બાળકો ભણાવવાના બહાને હિન્દુ ધર્મ પાળતા હોવા છતાં તેઓને ખ્રીસ્તી ધર્મમાં ધર્માન્તર કરાવતા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો હતો.

4

ગોધરા: ગોધરાના મિશન કોલેજની સામે આવેલ દડી કોલોનીમાં ગરીબ આદિવાસી બાળકોને ભણાવવાના બદલે ધર્માન્તરણની પ્રવૃતિ ચાલતી હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ લગાવ્યો હતો. આદિવાસી બાળકોને ભણાવવાના બદલામાં તેમના વાલીઓને લોભલાલચ આપવામાં આવતી હોવાની ફરિયાદ ગોધરાના એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધવામાં આવી હતી. પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • ગોધરા: હિન્દુ બાળકોને ખ્રિસ્તીમાં ધર્માતરણ કરવાનું કૌભાંડ ચાલી રહ્યું હોવાનો લોકોનો આક્ષેપ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.