ગૃહ મંત્રાલયની નવી ગાઈડલાઈનઃ આર્મી ઓપરેશનની તસવીર સોશિયલ મીડિયા પર મુકી તો થશે કાર્રવાઈ
નવી દિલ્છઃ સામાન્ય લોકોમાં સ્માર્ટફોનનું ચલણ દિવસેને દિવસે વધી રહ્યું છે સાથે જ સુરક્ષા દળના જવાનો અને અધિકારીઓમાં પણ સ્માર્ટફોનનું ચલણ વધી રહ્યું છે. એવામાં સુરક્ષા જાણકારી લીન ન થાય તે ડરથી ગૃહ મંત્રાલયે નવી ગાઈડલાઈન જારી કરી છે. તેમાં જવાનો અને અધિકારીઓને સોશિયલ મીડિયામાં જાણકારી, દસ્તાવેજ, ફોટો અને વીડિયો શેર કરવા સંબંધમાં સાવચેત કરવામાં આવ્યા છે. સાથે જ નિયમોનું ઉલ્લંઘન કરવા પર કડક કાયદાકીય કાર્રવાઈ કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ગાઈડલાઈન SSB, CRPF, CISF, ITBP, BSF અને NSG સહિત સમગ્ર સેન્ટ્રલ આર્મ્ડ પોલિસ ફોર્સ (CAPF) માટે બહાર પાડવામાં આવી છે. તેમાં ઉદાહરણ તરીકે અનેક ઘનટાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં સૈનિકોએ ઓપરેશનની તસવીરો પોતાના પર્સનલ સેલફોનમાં ખેંચી, ત્યાર બાદ એ તસવીર ટ્વિટર, ફેસબુત, વ્હોટ્સએપ, યૂટ્યૂબ અને ઇન્સ્ટાગ્રામ જેવા અનેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પહોંચી ગઈ. ગૃહ મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું, આ ખૂબ જ જરૂરી છે કે કેટલાક નિર્દેશ નવા નિયમો સાથે જારી કરવામાં આવે કારણ કે સરકારના ધ્યાનમાં આવ્યું છે કે, અનેક ઘટનાઓ બની છે જ્યારે સુરક્ષા દળોના મોબાઈલ ફોન અને કેમેરાથી ઓપરેશન અને સેન્સિટિવ વસ્તુનું કવરેજ કરવામાં આવ્યું છે અને તેને કોઈપણ સત્તાવાર મંજૂરી વગર સોશિયલ મીડિયા પર અપલોડ કરવામાં આવી છે.
હાલના નિર્દેશમાં ઉલ્લંઘન કરનાર કર્મચારીઓ વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહીની વાત કહેવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, આ પ્રકારની કોઈપણ તસવીર, વીડિયો સહિત અન્ય માત્ર સત્તાવાર ઉપયોગ માટે છે અને ચાલતા અભિયાનની સામગ્રી સોશિયલ મીડિયા સાઈટો પર અપલોડ કરવા પર ગુપ્ત અભિયાનો વિશે કોઈપણ પ્રકારની મંજૂરી વગરના ખુલાસા નિયમોનું ગંભીર ઉલ્લંઘન છે અને ઉલ્લંઘન કરનાર કર્મચારીઓ પર આરોપ લગાવી શકાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -