પંચકૂલા હિંસાઃ હનીપ્રીતને ઝટકો, કોર્ટે જામીન અરજી ફગાવી
હનીપ્રીત ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમની દત્તક દીકરી છે. તે રામ રહીમ સાથે ફિલ્મોમાં પણ કામ કરી ચૂકી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહનીપ્રીતે તેની જામીન અરજીમાં કહ્યું હતું કે, મને પંચકૂલા હિંસા કેસમાં ફસાવવામાં આવી રહી છે. હિંસમાં મારો કોઈ રોલ નથી. 25 ઓગસ્ટ 2017ના રોજ પંચકૂલામાં હિંસા થઈ રહી હતી ત્યારે હું ડેરા પ્રમુખ ગુરમીત રામ રહીમ સાથે હતી.
હનીપ્રતના પિતા રામનંદ તનેજા અને મા આશા તનેજા ફતેહાબાદના રહેવાસી છે. હનીપ્રીતનું સાચું નામ પ્રિયંકા તનેજા છે. રામાનંદ તનેજા બાબાના કટ્ટર ભક્ત છે. તે પોતાની બધી મિલકત વેંચ્યા બાદ ડેરા સચ્ચા સોદામાં પોતાની દુકાન ચલાવે છે. હનીપ્રીતના પૂર્વ પતિનું નામ વિશ્વાસ ગુપ્તા છે.
પોલીસ દ્વારા હનીપ્રીતની જામીન અરજીનો વિરોધ કરવામાં આવ્યો છે. પોલીસ વતી કહેવામાં આવ્યું છે કે હનીપ્રીત આ હિંસા અને દેશદ્રોહની મુખ્ય કાવતરાંખોર છે. તેમાં મોટા પાયે નુકસાન થયું અને 40 લોકોની હત્યા થઈ હતી. આ બધું તેના કાવતરાના કારણે થયું હતું.
નવી દિલ્હીઃ પંચકુલામાં થયેલા દંગા મામલે પંચકુલા કોર્ટે હનીપ્રીતની જામીન અરજી ફગાવી દિધી છે. હરિયાણા અને પંજાબમાં થયેલી હિંસા દરમિયાન હનીપ્રીતને માત્ર દેશદ્રોહના મામલે આરોપી બનાવવામાં આવી હતી. મામલાની સુનાવણી કરતાં સેશન કોર્ટે જામીન અરજી પર 7 જૂન સુધી ફેંસલો સુરક્ષિત રાખ્યો હતો. આ મામલામાં 32 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી 18 લોકોને જામીન મળી ચૂક્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -