નરેન્દ્ર મોદીએ 80 બેઠકો પર ભાજપનો પ્રચાર કર્યો તેમાં ભાજપ કેટલી બેઠકો જીત્યો? મોદીના ચાહકોને જાણીને લાગી જશે આઘાત
છત્તીસગઢમાં 23 વિધાનસભામાં યોગીએ 23 સભા કરી હતી. અહીં પણ ભાજપને 5 સીટો મળી હતી. વિશ્લેષણમાં યોગી જીતનો આંકડો મોદી કરતાં થોડો સારો જોવા મળ્યો છે. નરેન્દ્ર મોદીની 28.75% અને યોગીની 39.13% જીતની ટકાવારી જોવા મળી રહી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવિશ્લેષણ પ્રમાણે ચારેય રાજ્યોમાં યોગીએ કુલ 58 રેલી કરી હતી. ત્યાં ભાજપે 27 સીટો પર જીત મેળવી અને 42 સીટ પર તેમને હાર મળી હતી. મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં યોગીએ 37 વિધાનસભાઓમાં 27 ચૂંટણી રેલી કરી હતી. અહીં ભાજપને 21 સીટો મળી હતી.
છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં મોદીએ 8 રેલી કરી હતી. આ કેમ્પેન દ્વારા તેમણે 26 વિધાનસભા સીટ કવર કરી હતી. પરંતુ તેમાંથી ભાજપને માત્ર એક જ સીટ મળી હતી. રિપોર્ટ પ્રમાણે મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન જેવા હિન્દીભાષી રાજ્યો અને તેલંગાણામાં યોગી મહત્વના ચૂંટણી પ્રચારક બન્યા છે.
ઈન્ડિયા સ્પેન્ડના સર્વે પ્રમાણે નરેન્દ્ર મોદીએ 5 રાજ્યોની 80 વિધાનસભા સીટ પર 30 રેલીઓ કરી હતી. તેમાં ભાજપ 23માં જીતી અને 57 સીટ કારમો પરાજય મળ્યો હતો. મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં મોદીએ સૌથી વધારે એટલે કે 70 ટકા લેખે 22 રેલીઓ કરી હતી. કેમ્પેનમાં સામેલ 54 સીટમાંથી ભાજપ 41 ટકા એટલે કે 22 સીટ જીતી શકી હતી.
નવી દિલ્હી: થોડા દિવસો પહેલા જ પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ અને ભાજપ સહિતના પક્ષો દ્વારા પ્રચાર કરવામાં આવ્યો હતો. જોકે મહત્વની વાત એ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યાં જ્યાં પ્રચાર કર્યો હતો ત્યાં ભાજપ 70 ટકા સીટો હારી છે. ઈન્ડિયા સ્પેન્ડ દ્વારા મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમની ચૂંટણીના આંકડાઓના વિશ્લેષણ કર્યા પછી આ આંકડાઓ જાહેર કરવામાં આવ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -