ગુજરાતીઓ ગુગલ પર કયા મુદ્દાને સર્ચ કરવામાં છે મોખરે? જાણીને ચોકી જશો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્લીઃ મંગળવારે રાત્રે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ આડધી રાતે 500 અને 1000 નોટોને બંધ કરવાની જાહેરાત કરી હતી. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ કહ્યું હતું. તેના બદલામાં 500 અને 2000 ની નવી નોટ બહાર પાડવામાં આવશે. જે બેંક અને એટીએમમાંથી મળવાનું શરૂ પણ થઇ ગયું છે. ભ્રષ્ટાચાર અને કાળા નાણાં પર PMના સર્જીકલ સ્ટ્રાઇકથી ગૂગલ પર 'કાળુ નાણું સફેદ કેવી રીતે કરી શકાય' ટ્રેંડ કરી રહ્યું છે.
PM મોદીના આ પગલાનું નાણાં મંત્રી અરૂણ જેટલીએ પણ વખાણ કર્યા હતા. તેણે કહ્યું હતું કે, ઇમાનદાર લોકોએ આનાથી ગભરાવાની જરૂર નથી. પરંતુ જેણે ઇમાનદારીથી રૂપિયા જમા નથી કરાવ્યા તેના માટે આ નિર્ણય મુશ્કેલી ઉભી કરી શકે છે.
આ સિવાય લોકોએ એ પણ સર્ચ કર્યું કે કાળા નાણાંને કેવી રીતે બદલી શકાય, આ સર્જ કરવામાં હરિયાણા પહેલા તો ગુજરાત બીજા સ્થાને રહ્યું,
ગુજરાતીઓ મોટી માત્રામાં કાળા નાણાંને સફેદ કરવા માટે ગુગલનો સહારો લઇ રહ્યા છે. ગુગલ પર લોકો સર્ચ કરી રહ્યા છે કે, કાળા નાણાંને સફેદ કેવી રીતે કરી શકાય. જેમા સૌથી પહેલા ગુજરાત અને ત્યાર બાદ દેશની આર્થિક રાજધાની મુંબઇનો સમાવેશ થાય છે. અંહીના લોકોએ કાળા ધનને સફેદ કરવા માટે સર્ચ કરી રહ્યા છે. હરિયાણાના લોકો કાળા નાણાંને સફેદ કરવા માટે ગુગલ પર સર્ચ કરવામાં ત્રીજા નંબર પર છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -