ફેબ્રુઆરી સુધીમાં આ કામ નહીં કરો તો તમારો મોબાઈલ થઈ જશે બંધ
ઉલ્લેખનીય છે કે, રિટેલ સ્ટોર પર પહેલાથી જ મોબાઇલથી આધાર લિન્ક કરવાનું કામ શરૂ થઇ ચૂક્યું છે. જો કે, તમામ ટેલિકોમ કંપનીઓ તમામ હાલના કસ્ટમર્સની વેરિફિકેશન ફરીથી કરશે. જેમાં પ્રીપેડ અને પોસ્ટપેડ યૂઝર્સ સામેલ છે. તેની વેરિફિકેશન આધાર કાર્ડ આધારિત E-KYC પ્રોસેસરથી કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવોડોફોને પોતાના કસ્ટમર્સને મેસેજ મોકલવાનું શરૂ કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, સરકારી આદેશ અનુસાર, વોડોફોન મોબાઇલ નંબરને આધાર કાર્ડથી લિન્ક કરવો અનિવાર્ય છે. પોતાની સર્વિસ ચાલુ રાખવા માટે નજીકના રિટેલર્સ પર જઇ શકો છો. આદેશ અનુસાર, આ પ્રક્રિયા 6 ફેબ્રુઆરી 2018થી પહેલા પૂરી થઇ જશે. એટલે કે ત્યાર બાદ સંભવ છે કે, જે મોબાઇલ યૂઝરને આધાર કાર્ડ આપીને વેરિફિકેશન નહીં કરાવે તેની સર્વિસ બંધ થઇ શકે છે. જોકે અમુક લોકોને જ આ મેસેજ મળી રહ્યા છે. જો કે, આ મેસેજથી એ સ્પષ્ટ છે કે, જો તમે તમારો આધાર લિન્ક નહીં કરાવો તો તમારો નંબર પણ બંધ થઇ શકે છે.
નવી દિલ્હીઃ આધાર હવે લગભગ દરેક કામ માટે જરૂરી બન્યો છે ત્યારે સરકાર પણ આધારને હવે તમામ કામ પર જરૂરી કરી રહી છે. કેટલાક મહિનાઓ પહેલા ટેલિકોમ કંપનીઓએ ફોન નંબરથી આધાર લિન્ક કરવા માટે કહ્યું હતું. આના માટે તબક્કાવાર રીતે લિન્ક કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -