✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

છ મહિના પહેલાં નવી નોટો છપાઈ તો તેના પર બે મહિના પહેલાં ગવર્નર બનેલા ઉર્જિત પટેલની સહી કેમ? કોણે કર્યો આ સવાલ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Nov 2016 11:48 AM (IST)
1

મધ્યપ્રદેશના નેપા નગર વિધાનસભા મત વિસ્તારની પેટાચૂંટણીના પ્રચાર માટે ઇંદૌર આવેલા મોહન પ્રકાશે સોમવારે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 500 અને 1000 રૂપિયાની નોટ પર પ્રતિબંધની પ્રક્રિયા 6 મહિના પહેલાથી ચાલતી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે પણ તે અંગે સવાલ ઉઠે છે.

2

કૉંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને પાર્ટીના મધ્યપ્રદેશના પ્રભારી મોહન પ્રકાશે સવાલ કર્યો છે કે આ નોટો છાપવાનું કામ છ મહિના પહેલાં શરૂ થયું હોય તો 6 સપ્ટેમ્બરે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલની સહી તેના પર કેમ છે ? ઉર્જિત પટેલ અઢી મહિના પહેલાં જ ગવર્નર બન્યા છે.

3

મોહન પ્રકાશે પ્રધાનમંત્રી મોદી સાથે વિદેશ યાત્રા કરનાર ઉદ્યોગપતિઓ પર પણ સવાલ ઉઠાવ્યા છે. અને કહ્યું છે કે, કાળા નાણાંના જો દોષી છે તે પ્રધાનમંત્રી સાથે વિદેશમાં ફરી રહ્યા છે. દેશમાં મજુરી કરતા, ગરીબ આદમી ઘણા દિવસોથી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. તેમની પાસેથ ખાવવાના પૈસા પણ નથી.

4

તેમણે કહ્યું કે છ મહિનાથી આ પ્રક્રિયા ચાલતી હોય તો નવી નોટો પર ઉર્જિત પટેલના હસ્તાક્ષર કેવી રીતે હોઈ શકે કેમ કે છ મહિના પહેલાં તો રઘુરામ રાજન રીઝર્વ બેંકના ગવર્નર હતા જ્યારે પટેલે નવમાં મહિનામાં એટલે કે સપ્ટેમ્બરમાં જવાબદારી સંભાળી છે. પ્રકાશે ઉઠાવેલો સવાલ સોશિયલ મીડિયા પર પણ ફરી રહ્યો છે.

5

જો કે મોદીએ છ મહિના પહેલાં નોટો છાપવાનું શરૂ કરાયું હતું તેવું નિવેદન નથી આપ્યું. મોદીએ એવું કહ્યું હતું કે પોતે દસ મહિના પહેલાં એકદમ ખાનગીમાં આ મિશન શરૂ કર્યું હતું એવું કહ્યું છે. નાણાં મંત્રી અરૂણ જેટલીએ આ પ્રકારનું નિવેદન આપ્યું હતું પણ છ મહિના પહેલાં નોટોનું છાપકામ શરૂ થયું હતું તેવું સ્પષ્ટ નથી કહ્યું.

6

ઇંદોરઃ રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ 2000 રૂપિયા અને 500 રૂપિયાની નવી નોટ બહાર પાડી તેના પર રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર ઉર્જિત પટેલની સહી છે. બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ નોટોનું છાપકામ છ મહિના પહેલાં શરૂ કરી દેવાયું હતું તેવું નિવેદન આપ્યું છે તેની સામે કોંગ્રેસે મહત્વનો સવાલ ઉઠાવ્યો છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • છ મહિના પહેલાં નવી નોટો છપાઈ તો તેના પર બે મહિના પહેલાં ગવર્નર બનેલા ઉર્જિત પટેલની સહી કેમ? કોણે કર્યો આ સવાલ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.