2019થી B.Ed અભ્યાસક્રમ 4 વર્ષ થવાની સંભાવના, જાણો વિગત
સૂત્રોના જણાવ્યા અનુસાર 4 વર્ષના બી.એડ કોર્સની શરૂઆત 2019થી શરૂ થાય તેવી શક્યતા છે. આ માટે નેશનલ કાઉન્સિલ ફોર ટીચર્સ એજ્યુકેશન(એનસીટીઈ)ની તરફથી માનવ સંસાધન વિકાસ મંત્રાલયને બી.એડ કોર્સમાં ફેરફાર કરવા માટે પ્રસ્તાવ મોકલાયો છે. જો 4 વર્ષનો અભ્યાસક્રમ લાગૂ થશે તો ધોરણ 12 પાસ વિદ્યાર્થીઓને તેને ફાયદો મળશે, 12 પાસ બીએડનો અભ્યાસ કરી શકશે. હાલ બે વર્ષના બીએડ અભ્યાસક્રમમાં ગ્રેજ્યૂએટ વિદ્યાર્થીઓને જ એડમિશન મળી શકે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાનવ સંસાધન વિકાસ મંત્રાલયે કહ્યું કે, વર્તમાનમાં ચાલી રહેલા 2 વર્ષના અભ્યાસક્રમને 4 વર્ષમાં ફેરવવાની તૈયારી ચાલી રહી છે. આ નિર્ણય શૈક્ષણિક સ્તર સુધારવા માટે લેવામાં આવી રહ્યો છે. આ નિર્ણય પાછળનો ઉદ્દેશ્ય છે કે ભવિષ્યમાં સ્કૂલના ટીચર્સ બ્લૂ વ્હેલ ચેલેન્જ, મનોવૈજ્ઞાનિક સાયબર ગેમ્સ અને અન્ય કોઈ પણ પ્રકારની ધમકી આપતી ગેમ્સની સમસ્યાથી વિદ્યાર્થીઓે મુક્ત કરાવવા માટે તૈયાર રહે.
નવી દિલ્હી: બેચલર ઓફ એજ્યુકેશન એટલે B.ed અભ્યાસક્રમમાં ફરી એક વખત ફેરફાર કરવામાં આવી રહ્યો છે. બીએડ અભ્યાસક્રમ પહેલાં 1 વર્ષનો હતો ત્યારબાદ આ અભ્યાસક્રમને 2 વર્ષ કરવામાં આવ્યો હતો. હવે બી.એડ. કોર્સની મુદત 4 વર્ષની કરવામાં આવશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -