ફેસબુક અને વોટ્સએપ પર વ્યસ્ત રહેતી હતી પત્ની, આખરે કંટાળી પતિએ ભર્યું આ પગલું, જાણો વિગત
રિમાન્ડ પર પૂછપરછ દરમિયાન તેણે જણાવ્યું કે તેની પત્ની મોટાભાગનો સમય ફેસબુક અને વોટ્સએપ પર જ વ્યસ્ત રહેતી હતી. સમયસર જમવાનું ન મળવાથી, ઘરના અન્ય કમો ન કરવા જેવી બાબતોથી હું પરેશાન રહેતો હતો. દરેક સમયે તેનો ઝઘડો થતો રહેતો હતો. પત્નીની આ આદતના કારણે મેં બાળકોને હોસ્ટેલમાં મોકલી દીધા હતા.
રિમાન્ડ દરમિયાન આરોપી પતિએ કબૂલાત કરી કે, તેની પત્ની સોશિયલ સાઇટ પર એક્ટિવ રહેવાના ચક્કરમાં પરિવારને ભૂલી ચૂકી હતી. જેને લઈ દરરોજ ઝઘડા થતાં હતા. જેની અસર બાળકો પર ન પડે તે માટે હોસ્ટેલમાં મોકલી દેવામાં આવ્યા હતા.
શુક્રવારે સાંજે આ મુદ્દે ઝઘડો થયો ત્યારે મેં તેનું ગળુ દબાવીને હત્યા કરી દીધી. ઘટના બાદ હું ઘરમાં જ હાજર હતો. અનેક કલાકોથી મહિલાના પરિવારજનો તેને કોલ કરી રહ્યા હતા પરંતુ કોઈ જવાબ મળ્યો નહોતો.
કંઈક અમંગળ બન્યું હોવાની આશંકા જતાં લક્ષ્મીના પિતા અહીં આવ્યા હતા. જે બાદ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. મહિલાના પિયર પક્ષ દ્વારા ફરિયાદ કરવામાં આવ્યા બાદ પોલીસે આરોપી પતિની ધરપકડ કરી હતી.
ગુડગાંવઃ સોશિયલ મીડિયા પર અતિ વ્યસ્ત રહેતી પત્નીથી કંટાળી જઈને પતિએ તેનું ગળું દબાવી હત્યા કરી દીધી હતી. સારે હોમ્સ સોસાયટીમાં શુક્રવારે મહિલાની હત્યાના આરોપમાં પકડવામાં આવેલા પતિએ આ વાતનો ખુલાસો કર્યો.
સેક્ટર-10 પોલીસ સ્ટેશનના એસઆઈ દિનકરે જણાવ્યું કે, આરોપીના રિમાન્ડ પૂરા થઈ જતાં સોમવારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાંથી તેને જેલ મોકલી દેવામાં આવ્યો. (તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)