પતિએ દીવાલ પર લિપસ્ટિકથી લખી સુસાઈડ નોટ, મોતનું કારણ જાણીને તમે ચોંકી જશો
સુસાઇડ કરતાં પહેલાં યુવકે રૂમની દીવાલો અને ડ્રેસિંગ ટેબલના કાચ પર સુસાઈડ નોટ લખી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appડોક્ટર સુરેન્દ્ર શર્માએ જણાવ્યું કે, શનિવારે દીપક તેમની પાસે આવ્યો હતો. તેણે કહ્યું હતું કે, ઝઘડાના કારણે માએ છેલ્લા 3 દિવસથી ખાવાનું નથી ખાધું. તે વાતથી મે પણ તેમને સમજાવ્યા હતા. ઝઘડાના 2-3 દિવસ પહેલાં દીપકની પત્ની આંચલ તેના પિયર જતી રહી હતી.
લગ્નના થોડા દિવસ પછી જ ઘરમાં ઝઘડાની શરૂઆત થઈ ગઈ હતી અને તેના કારણે થોડા દિવસ પહેલાં જ પત્ની આંચલ તેના પિયર જતી રહી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દીપકના તેના ભાઈ-ભાભી સાથે પણ ઘણી વખત ઝઘડા થતા હતા. પડોશીઓના જણાવ્યા પ્રમાણે પરિવારમાં સંપત્તિના કારણે પણ વિવાદ થતો હતો.
સોમવારે બપોરે અંદાજે 3 વાગે દીપકે તેના નાના ભાઈ ભુપેન્દ્ર અને તેની પત્ની હીનાને ઘરની બહાર કાઢીને ગેટ પર તાળુ લગાવી દીધું હતું અને તે ઉપરના રૂમમાં જતો રહ્યો હતો. પહેલાં ભાઈ-ભાભીએ એવુ વિચાર્યું કે દીપકે ગુસ્સામાં આવું વર્તન કર્યું હશે, પછી કઈંક ખોટુ થવાની શંકાના કારણે તેમણે પોલીસને જાણ કરી હતી. પોલીસે દરવાજાનું લોક તોડીને ઘરમાં પ્રવેશીને જોયું તો દીપકે ચાર્જરના વાયરથી પંખે લટકીને આત્મહત્યા કરી દીધી હતી.
પોલીસે મૃતકની માતા રમા રાણીના નિવેદનના આધારે દીપકની પત્ની આંચલ, સાળા અતુલ શર્મા, સાસુ હર્ષ લતા, નાના ભાઈ અને તેની પત્ની પર આત્મહત્યાની ઉશકેરણી માટે ફરિયાદ નોંધી છે. મૃતક યુવકનું નામ દીપક ગોસ્વામી છે. તેના લગ્ન કરનાલમાં રહેતી આંચલ સાથે 31 ઓક્ટોબર 2017ના રોજ થયા હતા.
શાહાબાદ: શાહાબાદમાં 26 વર્ષના યુવકે તેના ઘરમાં જ મોબાઈલ ચાર્જરના વાયરથી ફાંસી લગાવીને મોતને વહાલું કર્યું હતું. મરતા પહેલાં તેણે રૂમની દીવાલો અને ડ્રેસિંગ ટેબલના કાચ પર સુસાઈડ નોટ લખી હતી. જેમાં તેણે મોત માટે પત્ની, સાળા, સાસુ, તેના ભાઈ અને ભાભીને જવાબદાર ગણાવ્યા હતા.
મૃતકે તેની સુસાઇડ નોટમાં લખ્યું કે, એ સાચી વાત છે કે, મરવું ખૂબ મુશ્કેલ છે, કોઈએ આવું પગલું ન લેવુ જોઈએ, પણ મારા પોતાના લોકોએ જ મારો સાથ છોડી દીધો છે. હું હંમેશા એકલો હતો અને એકલો રહી ગયો. મરવા નહતો માગતો પરંતુ મારા પોતાના લોકોએ મને કર્યો મજબૂર. અતુલ શર્મા, હર્ષ લતા અને હિનાએ મારા ઘરને તોડી નાખ્યું છે. આઈ લવ યુ આંચલ. મારી પત્ની મારા મોતનું કારણ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -