BJP સત્તામાં આવશે તો હૈદરાબાદ અને કરીમનગરનું નામ બદલવામાં આવશે: CM યોગી
ઉલ્લેખનીય છે કે, યોગી સરકાર ઉત્તરપ્રદેશમાં કેટલાક સ્થળોના નામ બદલી ચુકી છે. જેમાં ઇલાહાબાદનું પ્રયાગરાજ, ફૈજાબાદનું અયોધ્યા અને મુગલસરાયનું પંડિત દીનદયાલ ઉપાધ્યાય જંક્શન કરી દીધું છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ સિવાય યોગી આદિત્યનાથે અહીં લોકોને ભાજપને મત આપવાની અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે ભાજપ નેતા ટી રાજા સિંહ લોધ અગાઉ અનેક વખત જાહેરમાં કહી ચુક્યા છે કે ભાજપ સત્તામાં આવશે તો હૈદરાબાદ અને રાજ્યના અન્ય શહેરોના નામ મહાન લોકોના નામ પરથી રાખવામાં આવશે.
સીએમ યોગીએ કહ્યું કે, નામ બદલવાનું કામ માત્ર ભાજપ જ કરી શકે છે કારણ કે આ પાર્ટી જ તમારી સંસ્કૃતિ, પરંપરાઓ, વિરાસત અને તમારા પૂર્વજોનું સન્માન કરે છે. અને ભારતની વ્યવસ્થાને આગળ લઈ જવા માંગે છે.
હૈદરાબાદ: ઉત્તરપ્રેદશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે ચૂંટણી રેલીને સંબધોન કરતા કહ્યું કે, તેલંગણામાં ભાજપની સરકાર બનશે તો હૈદરાબાદનું નામ ‘ભાગ્યનગર’ અને કરીમનગર જિલ્લાનું નામ ‘કરીપુરમ’ કરશે. અહીં યોગીએ કરીમનગર જિલ્લામાં અને નિઝામાબાદ જિલ્લાના બોધનગરમાં ચૂંટણી રેલીને સંબોધી હતી, તેઓએ કહ્યું કે ભાજપ તેલંગણામાં સત્તામાં આવશે તો પાર્ટી તમારી ભાવનાઓનું સન્માન કરીને કરીમનગરનું નામ બદલીને કરીપુરમ કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -