સલમાનની હત્યાના ષડયંત્રનો થયો ખુલાસો, મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટરની થઈ ધરપકડ, જાણો વિગત
હરિયાણા ઉપરાંત પંજાબ, રાજસ્થાન, ચંદીગઢ પોલીસ પણ નેહરાને શોધતી હતી. વર્ષોથી પોલીસ પકડથી દૂર નેહરાના માથે રોકડ ઈનામથી પણ જાહેરાત કરવામાં આવી હતી. શાર્પ શૂટર સંપત નેહરા રાજસ્થાનના ચુરુ જિલ્લાના ક્લોરી ગામનો રહેવાસી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસલમાનની હત્યા કર્યા બાદ નેહરાનું વિદેશ ભાગી જવાનું આયોજન હતું. બિશ્નોઈ ગેંગ સલમાન દ્વારા કાળિયાર શિકારને લઈ નારાજ હતી અને તેના ભાગરૂપે જ આ ગેંગ સલમાનને મારવાનો માસ્ટર પ્લાન બનાવતી હતી.
ધરપકડ બાદ જ્યારે સંપત નેહરાની એસટીએફ ટીમે પૂછપરછ શરૂ કરી ત્યારે તેણે કરેલા ખુલાસાની હોશ ઉડી ગયા હતા. સંપત નેહરાએ કબૂલાત કરી કે તે ફિલ્મ અભિનેતા સલમાન ખાનની હત્યાનું કાવતરું રચી રહ્યો હતો.
સંપત નેહરા લોરેંસ બિશ્નોઈ ગેંગ માટે કામ કરે છે, જે ચાલુ વર્ષે જાન્યુઆરીમાં સલમાન ખાનને કાળિયાર મામલે જાનથી મારરવાની ધમકી આપી ચૂક્યો છે. બિશ્નોઈ ગેંગ એક ખતરનાક ટોળતી છે. આ ટોળકી સોશિયલ મીડિયા ખાસ કરીને ફેસબુક અને વ્હોટ્સએપ પર વધારે સક્રિય છે.
એસટીએફની ટીમના જણાવ્યા મુજબ સંપત નેહરા સલમાનની હત્યા માટે બે દિવસ સુધી તેના ઘરની રેકી પણ કરી ચૂક્યો હતો. હત્યામાં કોઈ ચૂક ન થાય તે માટે નેહરા સલમાનના ઘરની આસપાસ આંટા ફેરવા કરવાની સાથે સલમાનના આવવા-જવાનો સમય અને સિક્યુરિટીની જાણકારી પણ મેળવી હતી. સંપતે મે મહિનાના પ્રથમ સપ્તાહમાં સલમાનના ઘરની રેકી કરવા ગયો હતો.
નવી દિલ્હીઃ કાળિયાર શિકાર મામલાના આરોપી અને ફિલ્મ અભિનેતા સલમાન ખાનની હત્યાના ષડયંત્રનો ખુલાસો ગુરુગ્રામ એસટીએફની ટીમે કર્યો છે. ગુરુગ્રામ એસટીએફની ટીમે હૈદરાબાદથી ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગના સંપત નેહરાની ધરપકડ કરી હતી. સંપત પર બે ડઝનથી વધારે હત્યા, હત્યાનો પ્રયાસ અને ખંડણી માંગવાના મામલે હરિયાણા સહિત અનેક રાજ્યોમાં કેસ નોંધાયેલા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -