આ લેડી કોન્સ્ટેબલે રસ્તા પરથી મળેલી 2 મહિનાની બાળકીને પોલીસ સ્ટેશનમાં જ કરાવ્યું સ્તનપાન અને......
હૈદરાબાદની ઓસ્માનિયન જનરલ હોસ્પીટલની બહાર એક નાની અને માસૂમ બાળકી મળી આવી હતી. જે ભૂખના કારણે રડી રહી હતી. આ દરમિયાન મહિલા પોલીસ કૉન્સ્ટેબલ પ્રિયંકાએ માનવતા બતાવી તેને નવજીવન બક્ષ્યુ હતું. પ્રિયંકાએ જણાવ્યું હતું કે, મારા પતિ રવિન્દ્ર અફઝલગંજ પોલીસ સ્ટેશનમાં કૉન્સ્ટેબલ છે. રવિવારે તેમણે મને ફોન કરીને મને બોલાવી હતી. તેમણે મને કહ્યું હતું કે, મને એક બાળકી મળી આવી છે. આ વાત સાંભળી મેં તત્કાળ કેબ બુક કરાવી અને પોલીસ સ્ટેશન પહોંચી હતી. જ્યાં બાળકી ભુખની મારે રડી રહી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વાતની હૈદરાબાદ પોલીસના ટોચના અધિકારીઓને સૂચના મળતા જ તેમણે પ્રિયંકા અને તેના પતિના કામની ભારે પ્રસંશા કરી હતી. હૈદરાબાદ પોલીસ કમિશ્નરે આ દંપતિને સમ્માનિત પણ કર્યું હતું.
પ્રિયંકાએ ઉમેર્યું હતું કે, હું પણ એક બાળકની માતા છું. માટે મેં આ બાળકીને તુરંત જ મારા ખોળામાં લીધી અને તેને સ્તનપાન કરાવ્યું. દૂધ પીધા બાદ બાળકી તરતજ રડતી બંધ થઈ ગઈ હતી. સોમવારે બાળકીની માતાની ભાળ મળી આવતા આ બાળકી તેને સોંપી દેવામાં આવી હતી.
માહિતી પ્રમાણે, હૈદરાબાદમાં બિનવાસસી રીતે રસ્તાં પરથી મળી આવેલી 2 મહિનાની માસૂમ બાળકીને પ્રિયંકા નામની મહિલા કૉન્સ્ટેબલે ફરજ દરમિયાન જ સ્તનપાન કરાવ્યુ, એટલું જ નહીં તેને હૉસ્પીટલમાં બાળકીને દાખલ કરાવ્યા બાદ તેની માતાની પણ શોધખોળ આદરી હતી.
હૈદરાબાદઃ તેલંગાણાની કેપિટલ હૈદરાબાદમાં એક માનવતા મહેકાવતી ઘટના ઘટી છે, અહીં એક મહિલા કૉન્ટેબલે રસ્તાં પરથી મળેલી 2 મહિનાની બાળકીને સ્તનપાન કરાવ્યુ, આ ઘટના હાલ સોશ્યલ મીડિયામાં પણ જબરદસ્ત વાયરલ થઇ રહી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -