'હું ફરીથી સેનામાં જઇને પુત્રની શહીદીનો બદલો લઇ શકુ છું'
શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં પાકિસ્તાન ગોલીબારમાં ત્રણ જવાન શહિદ થયા હતા. તેમાથી એક જવાનનું માથુ વાઢી લેવામાં આવ્યું હતું. એક મહિનાની અંદર ભારતીય જવાનનું માથુ વાઢી લેવાની આ બીજી ઘટના છે. ભારતીય સેના દ્વારા આને પાકિસ્તાની સેના બૉર્ડર એક્શન ટીમની બર્બતા ગણાવામાં આવી છે. આ ઘટના બોર્ડર પરની માછિલ સેક્ટરની છે. જે કુપવાડા જિલ્લામાં ભારત અને પાકિસ્તાનને વિભાજીત કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમાછિલ સેક્ટરમાં પાકિસ્તાનના હુમલામાં શહિદ થનાર જોધપુરના શેરગઢના રહેનાર પ્રભુ સિંહ પણ હતા. શહિદ પ્રભુ સિંહ 4 વર્ષ પહેલા સેનામાં ભર્તી થયા હતા. 2 વર્ષ પહેલા જ તેના લગ્ન થયા હતા. શહિદ પ્રભુ સિંહની 10 મહિનાની બાળકી છે. તે પરિવારમાં એકલા કમાનાર છે. દિવાળી પહેલા જ એક મહિના પહેલા જ છુટી મનાવવા માટે તે ધરે આવ્યા હતા. શહીદ પ્રભુ સિંહના પિતા 18 વર્ષ પહેલા સેનામાંથી રિટાયર થયા હગતા. પોતાના પુત્ર શહિદ થતા પિતા એટલા તુટી ગયા છે કે, તે ખુદ પાકિસ્તાન સાથે બદલો લેવાની વાત કરે છે.
જોધપુરના શેરગઢમાં લગભગ દરેક ઘરમાં એક તો સેનામાં હોય જ છે. શહીદ પ્રભુ સિંહ શેહગઢના ખિરજા ખાસ ગામના રહેનાર હતા. તેની શહિદીથી સમગ્ર ગામમાં શોક અને માતમનો માહોલ બની ગયો છે. જોધપુરના શેરગઢના શુરવીરની પાવન ધરાના નામથી સમગ્ર દેશમાં ખ્યાતિ પ્રાપ્ત છે. આ ભૂમિમાં એવી દેશભક્તિની દરેક ઘરમાથી કોઇને કોઇ સેનામાં નોકરી કરે જ છે. આજે શેરગઢના એક ગામમાં ખિરજા ખાસના રહેનાર પ્રભુ સિંહના શહિદ થનાર સૂચના મળતા જ ચારો તરફ માતમનો મહોલ છવાય ગયો હતો.
ભારતીય સેનાએ કહ્યુ છે કે, પાકિસ્તાની સેનાની બર્બતા અને કાયરતા ભરેલા પગલાનો બદલો લેવામાં આવશે. જો કે પાકિસ્તાને આરોપોનું ખંડન કર્યું છે. આ ઘટનાથી પરિવારો પર ખૂબ જ દુઃખદ પરિસ્થિતિમાથી પસાર થઇ રહ્યા છે. જેણે પોતાના ઘરના એક સભ્યને ખોઇ દીધો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -