મને નથી લાગતું કે PMને કોઈ ગંભીરતાથી લેતું હશે, તેમના ભાષણો માત્ર BJPના જ વડાપ્રધાન હોય તેવા હોય છે: ચિદમ્બરમ
ઉલ્લેખનીય છે કે મંગળવારે કર્નાટક ચૂંટણી માટે રાજ્યમાં પીએમ મોદી અને સોનિયા ગાંધી બન્નેની રેલિયો થઈ હતી. એક રેલી દરમિયાન પીએમ મોદીએ કૉંગ્રેસના રાજ્યમાં કુશાસન પર નિશાન સાધ્યું હતું. બાદમાં સોનિયા ગાંધીએ પોતાની રેલીમાં રાજ્યની સમસ્યાઓનું જવાબદાર કેન્દ્રની ભાજપ સરકારને ગણાવી હતી.
નવી દિલ્હી: કર્ણાટક ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે કૉંગ્રેસ અને ભાજપ ચૂંટણી પ્રચારમાં એકબીજા પર આરોપ પ્રતિઆરોપ લગાવી રહ્યા છે. હવે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કૉંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે વડાપ્રધાન મોદી પર પ્રહાર કરતા કહ્યું કે પીએમ મિની સ્લોગન બનાવવાની ફેક્ટરી બની ગયા છે. તેમણે કહ્યું કે મને નથી લાગતું કે કોઈ પણ પ્રધાનમંત્રીને ગંભીરતાથી લેતું હશે.
ચિદમ્બરમ અનુસાર નરેન્દ્ર મોદી હવે દેશના પ્રધાનમંત્રી છે તે કોઈ એક પાર્ટીના નથી તેના ભાષણોથી એવું લાગે છે કે તે માત્ર ભાજપના જ વડાપ્રધાન છે, દેશના નહીં.
સમાચાર એજન્સી પ્રમાણે ચિદમ્બરમે કહ્યું કે નરેન્દ્ર મોદી એક પ્રધાનમત્રી તરીકે નહીં પણ એક પ્રચારક તરીકે ભાષણ આપે છે. હું નથી ઈચ્છતો કે વડાપ્રધાન એક ચોથી કક્ષાના ભાજપના પ્રવક્તા તરીકે વાતચીત કરે. દુર્ભાગ્યપૂર્ણ છે કે પીએમના મોટા ભાગના ભાષણો એક પાર્ટી પ્રચારકની મુદ્રાવાળા હોય છે.