✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નાના વેપારીઓ માટે નવી આફત, કરંટ એકાઉન્ટમાં કેટલી રકમ ભરાશે તો ત્રાટકશે ઈન્કમટેક્સ વિભાગ જાણો ? મહત્વની માહિતી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Nov 2016 01:14 PM (IST)
1

કાળા નાણાને ડામવા માટે સરકાર તમામ બેન્ક એકાઉન્ટ પર નજર રાખી રહી છે. જો કોઇ પાસેથી કાળા નાણા મળી આવશે તો ઇન્કમટેક્સ એક્ટની કલમ 270 (A) હેઠળ તે વ્યક્તિને 30 ટકા કર, 12 ટકા વ્યાજ તથા 200 ટકા દંડ કરવામાં આવશે.

2

ભારતીય રિઝર્વ બેન્કે બેન્કોને આદેશ જાહેર કર્યો છે કે કોઇ પણ વ્યક્તિ પોતાના સેવિંગ્સ એકાઉન્ટમાં 50 હજાર રૂપિયા કે તેનાથી વધુની રકમ જમા કરાવે તો તેના પાન કાર્ડની કોપી લેવી ફરજીયાત છે. આરબીઆઇએ ઇન્કમટેક્સ રૂલ,1962 114Bની જોગવાઇઓમાં ફેરફાર કર્યો છે.

3

અગાઉના નિયમ પ્રમાણે, સેવિંગ્સ એકાઉન્ટમાં એક વર્ષની અંદર 10 લાખ રૂપિયા સુધી કેશ ડિપોઝિટ કરી શકતા હતા પરંતુ હવે તે ઘટાડીને 2.5 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. બીજી તરફ કરન્ટ એકાઉન્ટમાં પણ અગાઉ 50 લાખ રૂપિયા જમા કરાવવાની મર્યાદા હતી જે હવે ઘટાડીને 12.5 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે.

4

આ નવો નિયમ 8 નવેમ્બરે 1000 અને 500ની જૂની નોટ પર પ્રતિબંધ લગાવ્યા બાદ બનાવવામાં આવ્યો છે.નાણા મંત્રાલયે બેન્ક, સહકારી બેન્ક તથા પોસ્ટઓફિસો દ્ધારા આપવામાં આવતા એન્યુઅલ ઇન્ફોર્મેશન રિટર્ન સંબંધિત સંશોધિત નિયમોમાં ફેરફાર કર્યો છે. અધિસૂચના અનુસાર, બેન્ક તથા પોસ્ટઓફિસોએ આ લેણદેણના સંદર્ભમાં 31 જાન્યુઆરી, 2017 સુધીમાં રિપોર્ટ આપવાનો રહેશે.

5

એટલે કે જો તમે તમારા કરન્ટ એકાઉન્ટમાં 500 અને 1000ની જૂની નોટ પર બેન લગાવ્યા બાદના 50 દિવસોની અંદર 12.50 લાખ રૂપિયા જમા કરશો તો તમને આયકર વિભાગ નોટિસ આપશે. એટલુ જ નહી તમારે તમારી આવકનો સ્ત્રોત પણ સરકારને જણાવવો પડશે.

6

નવી દિલ્લીઃ સરકારે 500 અને 1000ની જૂની નોટ પર પ્રતિબંધ મુક્યા બાદ કાળા નાણા ધરાવતા લોકો પોતાના પૈસાને વ્હાઇટ કરવા માટે અનેક રસ્તાઓ લગાવી રહ્યા છે. કાળા નાણા ધરાવનારાઓને રોકવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા, આયકર વિભાગ તમામ બેન્કો પર નજર રાખી રહી છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)એ આયકર એક્ટના નિયમોમાં ફેરફાર કર્યા છે. સીબીડીટીએ બેન્કોને આદેશ કર્યો છે કે 9 નવેમ્બરથી 30 ડિસેમ્બર સુધી કોઇ પણ વ્યક્તિ એક અથવા એકથી વધારે કરન્ટ એકાઉન્ટમાં 12.5 લાખ રૂપિયા અથવા તેનાથી વધુ કેશ જમા કરે તો તરત જ તેની જાણકારી આયકર વિભાગને આપવામાં આવે.

7

સરકારે બેન્કો તથા પોસ્ટ ઓફિસોને જણાવ્યુ છે કે 50 દિવસમાં કોઇ પણ વ્યક્તિ સેવિંગ્સ એકાઉન્ટમાં 2.5 લાખ રૂપિયા અને કરન્ટ એકાઉન્ટમાં 12.50 લાખ રૂપિયાથી વધુ કેશ જમા કરાવે તો આયકર વિભાગને જાણ કરવામાં આવે.

  • હોમ
  • India-news
  • દેશ
  • નાના વેપારીઓ માટે નવી આફત, કરંટ એકાઉન્ટમાં કેટલી રકમ ભરાશે તો ત્રાટકશે ઈન્કમટેક્સ વિભાગ જાણો ? મહત્વની માહિતી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.