કાશ્મીરના આ IAS ટોપરે કેમ આપી દીધું રાજીનામું? કારણ જાણીને ચોંકી જશો
હિંદુત્વના નામે કાશ્મીરના મુસ્લિમોને સેકન્ડ ક્લાસ સિટિઝન જેવો દરજ્જો મળી રહ્યો છે જે મને માન્ય નથી. દેશમાં અસહિષ્ણુંતાનો માહોલ છે, સીબીઆઈ, એનઆઇએ જેવી બંધારણીય સંસ્થાઓનો નાશ વાળવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકારની નીતીઓના વિરોધમાં હું આઈએએસ પદેથી રાજીનામું આપુ છું.
એક ફેસબુક પોસ્ટ પર પોતાનો રોષ ઠાલવતા ફૈઝલે જણાવ્યું હતું કે, કાશ્મીરમાં જે રીતે આમ નાગરીકોની હત્યાઓ થઈ રહી છે તે મારાથી સહન થઈ શકે તેમ નથી. ફૈઝલ ઉમર અબ્દુલ્લાના પક્ષ નેશનલ કોન્ફરન્સમાં સામેલ થઈને લોકસભાની ચૂંટણી લડી શકે છે તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
હિંદુત્વના નામે કાશ્મીરના મુસ્લિમોને સેકન્ડ ક્લાસ સિટિઝન જેવો દરજ્જો મળી રહ્યો છે જે મને માન્ય નથી. દેશમાં અસહિષ્ણુંતાનો માહોલ છે, સીબીઆઈ, એનઆઇએ જેવી બંધારણીય સંસ્થાઓનો નાશ વાળવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકારની નીતીઓના વિરોધમાં હું આઈએએસ પદેથી રાજીનામું આપુ છું.
ફૈઝલના રાજીનામાં વચ્ચે ઉમર અબ્દુલ્લાએ એક ટ્વિટ કર્યું હતું અને જણાવ્યું હતું કે નૌકરશાહીનું નુકસાન રાજનીતીનો ફાયદો છે. રાજનીતિમાં ફૈઝલનું સ્વાગત છે. આ પહેલા પોતાના રાજીનામામાં ફૈઝલે જણાવ્યું હતું કે, હું કાશ્મીરમાં નિર્દોશોની થઈ રહેલી હત્યાનો વિરોધ કરવા માટે આઈએએસ પદેથી રાજીનામું આપુ છું.
કાશ્મીરના યુવાઓમાં પ્રશાસન પ્રત્યેનો રોષ વધી રહ્યો છે જેનો ભોગ કાશ્મીરના એક આઇએએસ અધિકારી બન્યા છે. 2010ની બેંચના ટોપર આઈએએસ અધિકારી શાહ ફૈઝલે આઈએએસ પદેથી રાજીનામું આપવાની જાહેરાત કરી છે.